હરિદ્વાર: મનસા દેવી મંદિરમાં ભાગદોડ, 6 લોકોના મોત, 15 ઘાયલ, સીએમ ધામીએ દુ:ખ વ્યક્ત કર્યું

ઉત્તરાખંડના હરિદ્વારમાં સવારે પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ભારે ભીડને કારણે ભાગદોડ મચી હતી.જેમાં 6 લોકોનાં મોત થયા.જયારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.વહીવટીતંત્રનું કહેવું છે કે મંદિરમાં ઘણી ભીડ એકઠી થઈ હતી. જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી.સ્થાનિક પોલીસ અને વહીવટી ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય શરૂ કરી દિધું હતુ. સીએમ ધામીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
પ્રારંભિક માહિતી અનુસાર,આ ઘટના સીડી પર બની હતી.એવી શંકા છે કે સીડીઓમાં વીજળીનો કરંટ લાગ્યો હતો.જેના કારણે શ્રદ્ધાળુઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે x પર લખ્યું, ‘હરિદ્વાર સ્થિત મનસા દેવી મંદિરમાં ભાગદોડ અંગે ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે.સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે. હું આ સંદર્ભમાં સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. હું માતા રાણીને તમામ શ્રદ્ધાળુઓની સલામતી માટે પ્રાર્થના કરું છું.’
- Advertisement -
- Advertisement -