ખંભાત: PSI પી.ડી.રાઠોડે ગૌ-માંસ કેસ રફે-દફે કરવા માંગી લાંચ,વચેટિયાને એસીબીએ ઝડપ્યો

ખંભાત ખાતે PSI પી.ડી.રાઠોડ સામે ગૌમાંસ કેસમાં રૂપિયા 5 લાખની લાંચ માંગવાનો આરોપ લાગ્યો છે.અગાઉ પકડાયેલા ગૌમાંસ કેસને રફેદફે કરવા માટે લાંચની માંગવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ACBએ કાર્યવાહી કરતા PSI રાઠોડના વચેટિયા ઇમરાનને ઝડપી પાડ્યો હતો.જો કે PSI પી.ડી.રાઠોડ ફરાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે.ખંભાત શહેર પોલીસે ત્રણ લીમડી નાની છીપવાડ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.જયાં મસ્જિદની ગલીમાં આવેલા એક મકાનમાંથી ગેરકાયદે ગૌમાંસનું વેચાણ કરતા ત્રણ આરોપીને પકડી પાડયા હતા.
શહેબાઝ ફઇમુદિન શેખ અને નઇમુદિન ફઇમૂદીન શેખને ગૌવંશનું માંસ કાપતા સમયે ઝડપી પાડવામાં આવ્યા હતા.પૂછપરછમાં જણાવ્યું કે, આ માંસ પેટલાદના તાઈવાડામાં રહેતા મોહસીન સાબુદીન શેખને વેચવાનું હતું.
પોલીસે ઘટનાસ્થળેથી 25 કિલો ગૌમાંસ જપ્ત કર્યું હતું.માંસ કાપવાના સાધનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 13,730નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.વેટરનરી ડૉક્ટરની હાજરીમાં ગૌમાંસની પુષ્ટિ થઈ હતી. નમૂનાઓ FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.ખંભાત શહેર પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ BNS અને પ્રાણીઓની સાચવણી અંગેના અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
- Advertisement -
- Advertisement -