ગાંધીનગર: રાંદેસણ નજીક ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના, બે લોકોનાં મોત,3 ઘાયલ

ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાંદેસણ પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કારે ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક મહિલા સહિત 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.. જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત સર્જનાર કાર નંબર GJ-18-EE-7887 હિતેશ પટેલના નામના વ્યક્તિની છે.
ગાંધીનગરના એસપી રવિ તેજાએ કહ્યું કે કાર ઓવરસ્પીડમાં હતી.સાપરાધ માનવવધનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે..આ અક્માતમાં મહિલા 500 મીટર સુધી બોનેટ પર ફસાયેલી હતી…એસપી રવિ તેજાએ કહ્યું કે સીસીટીવી અને મળતી માહિતી મુજબ 80 કિલોમીટર પ્રતિકલાકની વધુની સ્પીડ હોવાનું જણાઇ આવે છે..આ અકસ્માતમાં હંસાબેન વાઘેલા અને નીતિન વસા નામના વ્યક્તિનું મોત થયું હતુ.જયારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.. કારચાલક પણ નશાની હાલતમાં હોવાની જાણવા મળ્યું છે..હિતેશ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.હિતેશ પટેલ સામે મુંબઇમાં પણ ગુનો નોંધાઇ ચુક્યો છે.હિતેશ પટેલ મુળ પોર ગામનો વતની છે…
- Advertisement -
- Advertisement -