26.9 C
Ahmedabad
Tuesday, March 3, 2026

GCMMFના નવા ચેરમેન બન્યા અશોક ચૌધરી, વાઈસ ચેરમેન ગોરધન ધામેલિયા


ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન તરીકે અશોક ચૌધરીની પસંદગી કરવામાં આવી..હવે અઢી વર્ષ માટે અશોક ચૌધરીની GCMMFના ચેરમેન તરીકે કાર્યરત રહેશે.જ્યારે GCMMFના વાઈસ ચેરમેન પદે ગોરધન ધામેલિયા ચૂંટાયા.આણંદ ખાતે યોજાયેલી GCMMFની ચૂંટણીમાં કુલ 18 દૂધ સંઘના પ્રતિનિધિઓ હાજર રહ્યા.

GCMMFના નવા ચૂંટાયેલા ચેરમેન અશોક ચૌધરીની રાજકીય સફરની વાત કરીએ તો વર્ષ 2005માં મહેસાણાના ચિત્રોડીપુરાથી અશોક ચૌધરીએ સહકારી ક્ષેત્રમાં રાજનીતિની શરૂઆત કરી હતી..જયારે વર્ષ 2011માં ચિત્રોડીપુરાથી કો-ઓપ સોસાયટીના ડિરેક્ટર બન્યા હતા.વર્ષ 2015માં દૂધસાગર ડેરીના ડિરેક્ટર પદે અશોક ચૌધરી ચૂંટાયા હતા. જયારે વર્ષ 2021માં અશોક ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન બન્યા.

કોણ છે અશોક ચૌધરી ?

મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવા ચહેરો છે.

મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચુક્યા છે.

મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચુક્યા છે.

મહેસાણા જિલ્લાના મહામંત્રી રહી ચુક્યા છે.

ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી.

મહિલા સ્વાવલંબન યોજના સમિતિના હાલ સભ્ય છે.

દૂધ સાગર ડેરીમાં ચેરમેન તરીકે રિપીટ થયા હતા

વિસનગરના ચિત્રોડીપુરા ગામના વતની છે.

અશોક ચૌધરી 12 ગોળ ચૌધરી સમાજમાંથી આવે છે.

અશોક ચૌધરીને શંકર ચૌધરીના નજીકના માનવામાં આવે છે.GCMMFના નવા ચૂંટાયેલા વાઈસ ચેરમેન ગોરધન ધામેલીયા સૌરાષ્ટ્રમાંથી આવે છે.વિઠ્ઠલ રાદડિયા જેવા દિગ્ગજ સહકારી નેતાના સમયથી ગોરધન ધામેલીયા ભાજપ અને સહકારી રાજનીતિમાં સક્રિય છે.GCMMFના વર્તમાન ચેરમેન શામળ પટેલને સાબરડેરીના ભાવફેનો મુદ્દો નડ્યો હોય તેમ ફરી તક આપવામાં આવી નથી.આશરે 11 વાગ્યાની આસપાસ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બે નામ ફાઇનલ કરવામાં આવ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -