જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું, આ મોટું કારણ આપ્યું

જગદીપ ધનખરે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યુ.તેમણે ખરાબ સ્વાસ્થ્યને કારણે પદ પરથી રાજીનામું આપ્યું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધિત પત્રમાં તેમણે સ્વાસ્થ્ય કારણો અને તબીબી સલાહનો ઉલ્લેખ કરીને બંધારણની કલમ 67 (a) હેઠળ રાજીનામું આપવાની જાહેરાત કરી.રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી
તેમણે લખ્યું કે “હું ભારતના મહામહિમ માનનીય રાષ્ટ્રપતિનો તેમના અતૂટ સમર્થન અને મારા કાર્યકાળ દરમિયાન આપણને મળેલા સુખદ અને અદ્ભુત કાર્યકારી સંબંધો માટે ઊંડો આભાર વ્યક્ત કરું છું.તેમણે તેમના પત્રમાં પીએમ મોદી અને મંત્રી પરિષદનો પણ ઉલ્લેખ કર્યો.. અને કૃતજ્ઞતા વ્યક્ત કરી.ધનખડે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સહયોગ અને સમર્થન અમૂલ્ય રહ્યું છે. મેં તેમની પાસેથી ઘણું શીખ્યું છે.તેમણે લખ્યું કે, સંસદના તમામ માનનીય સભ્યો પાસેથી મને મળેલી હૂંફ, વિશ્વાસ અને સ્નેહને તેઓ હંમેશા યાદ રાખશે.
વર્ષ 2022 માં પદ સંભાળ્યું
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સોમવારે સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું મોકલીને કહ્યું કે તેઓ તાત્કાલિક અસરથી આ પદ છોડી રહ્યા છે. જગદીપ ધનખરે ઓગસ્ટ 2022 માં ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ સંભાળ્યો.જગદીપ ધનખરે 2027 સુધીનો કાર્યકાળ હતો.તેઓ રાજ્યસભાના અધ્યક્ષ પણ છે. અને સંસદના ચોમાસા સત્રના પહેલા દિવસે રાજીનામું આપ્યું હતું.
- Advertisement -
- Advertisement -