રાજસ્થાનમાં જેસીબીમાં ગર્ભવતી મહિલાને હોસ્પિટલ લઈ જવી પડી, શું તેને કુદરતનો પ્રકોપ કહેવાય કે તંત્રનો ફટકો?

રાજસ્થાનના બુંદી જિલ્લામાંથી એક ગર્ભવતી મહિલાને જેસીબીમાં હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ન લઈ જવાનું કારણ ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાનું જણાવાયું છે. કહેવામાં આવ્યું છે કે બુંદી જિલ્લામાં ભારે વરસાદને કારણે કનક સાગરમાં પાણી ભરાઈ ગયું છે. જેને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે.લોકોની અવરજવર મુશ્કેલ બની ગઇ છે.
રસ્તાઓ પર વધુ પાણી ભરાઈ જવાને કારણે એમ્બ્યુલન્સ ગર્ભવતી મહિલા સુધી પહોંચી શકી નહીં.પાણી ભરેલા રસ્તાઓ પરથી જેસીબીમાં સુવડાવીને બહાર કાઢીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી.મહિલાને હોસ્પિટલ લઈ જવામાં આવી.પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ કુદરતનો પ્રકોપ છે કે સિસ્ટમનો ફટકો, જેના કારણે એક માસૂમ ગર્ભવતી મહિલા અને તેના પરિવારને માનસિક અને શારીરિક પીડા સહન કરવી પડી.
હોસ્પિટલ પહોંચ્યા પછી, ગર્ભવતી મહિલાની ડિલિવરી થઈ. માતાનું નામ અનિતા કહાર છે. ડોકટરોના મતે તેણે હોસ્પિટલમાં એક નવજાત શિશુને જન્મ આપ્યો. બંને ખતરામાંથી બહાર છે. તેજાજી ચોકમાં રહેતી અનિતા કહારને અચાનક પેટમાં દુખાવો થયો અને તેમને હોસ્પિટલ લઈ જવી પડી. પ્રસૂતિ પીડાને કારણે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી..પરંતુ તેજાજી ચોક તરફ જવાનો રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો.. જેના કારણે એમ્બ્યુલન્સ કર્મચારીઓએ વાહન ત્યાં લઈ જવાનો ઇનકાર કર્યો હતો.
મહિલાની તબિયત બગડતી હતી. ત્યારે હોસ્પિટલની જરૂરિયાત પણ દરેક ક્ષણે વધતી જતી હતી. આ જોઈને ગ્રામજનોએ સ્થાનિક જુગાડ અપનાવ્યો અને જેસીબીની મદદથી મહિલાને એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવી.પીડાદાયક ક્ષણમાં યોગ્ય સારવાર ન મળવી, શું તેને કુદરતનો પ્રકોપ કહેવાય કે તંત્રનો ફટકો? આ પ્રશ્ન ઉભો થવો સ્વાભાવિક છે. કારણ કે ભારે વરસાદ અને પૂરને કારણે રસ્તાઓની ખરાબ હાલત ચોક્કસપણે સરકારની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા કરે છે.
- Advertisement -
- Advertisement -