25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ભારતમાં પહેલી ભારતીય મેલેરિયા રસી તૈયાર…


ડેન્ગ્યુ પહેલા ભારતમાં મેલેરિયા રોગ નાબૂદ કરી શકાય છે.ભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયા રોગ સામે પ્રથમ સ્વદેશી રસી તૈયાર કરી.જે ફક્ત ચેપ જ નહીં પરંતુ સમુદાયમાં તેના ફેલાવાને પણ રોકવામાં સક્ષમ છે. આ રસીના પ્રારંભિક ઉત્પાદન માટે નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ખાનગી કંપનીઓ સાથે કરાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.ICMR એ માહિતી આપી છે કે, તેણે મેલેરિયા રસીની શોધ પૂર્ણ કરી લીધી છે.તેને હાલમાં Adfalcivax નામ આપવામાં આવ્યું છે.જે મેલેરિયા પરોપજીવી પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમ સામે સંપૂર્ણપણે અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.ICMR અને ભુવનેશ્વર સ્થિત રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટરના સંશોધકોએ સંયુક્ત રીતે આ સ્વદેશી રસી તૈયાર કરી છે.

ભારતની રસી વિદેશી રસીઓ કરતાં વધુ સારી..

ICMR ના ડિરેક્ટર જનરલ ડૉ.રાજીવ બહલે જણાવ્યું કે, હાલમાં બે મેલેરિયા રસીઓ ઉપલબ્ધ છે.જેની કિંમત પ્રતિ ડોઝ લગભગ 800 રૂપિયા છે.જો કે, તેમની અસરકારકતા 33 થી 67 ટકાની વચ્ચે છે. આ ઉપરાંત, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા મંજૂર કરાયેલ RTS અને R21/મેટ્રિક્સ-M રસીઓ પણ વિશ્વના કેટલાક દેશોમાં આપવામાં આવી રહી છે.જેની તુલનામાં ભારતની આ રસી પ્રી-એરિથ્રોસાઇટ સ્ટેજમાં એટલે કે લોહી સુધી પહોંચતા પહેલા અને ટ્રાન્સમિશન-બ્લોકિંગ એટલે કે ચેપના ફેલાવાને રોકવામાં બેવડી અસર દર્શાવે છે.

અભ્યાસમાં ખૂબ અસરકારક સાબિત

અત્યાર સુધી આ સ્વદેશી મેલેરિયા રસી પર પ્રી-ક્લિનિકલ માન્યતા કરવામાં આવી છે.. જે ICMR ની નવી દિલ્હી સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનોલોજી (NII) ના સહયોગથી પૂર્ણ કરવામાં આવી છે.નિષ્ણાંત વૈજ્ઞાનિક ડોક્ટરે જણાવ્યું કે ભારતની આ સ્વદેશી રસી મજબૂત એન્ટિબોડીઝ બનાવે છે.જે ચેપને અટકાવે છે.તેમણે એમ પણ કહ્યું કે 2023 માં, વૈશ્વિક સ્તરે મેલેરિયાના 26 કરોડ અંદાજિત કેસ નોંધાયા હતા..જે 2022 ની તુલનામાં એક કરોડ કેસનો વધારો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -