25.2 C
Ahmedabad
Tuesday, March 3, 2026

સંગીતા બિજલાણીના ફાર્મહાઉસમાં તોડફોડ, કિંમતી વસ્તુઓની ચોરી


બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સંગીતા બિજલાણીએ તાજેતરમાં જ પુણેમાં પોતાના ફાર્મહાઉસમાં તોડફોડ અને ચોરીની ફરિયાદ નોંધાવી.જ્યારે તે ચાર મહિના પછી પોતાના ફાર્મહાઉસ પહોંચી ત્યારે દરવાજા તૂટેલા હતા. શુક્રવારે પોલીસે એક નિવેદન બહાર પાડીને આ અંગે માહિતી આપી હતી.

શુક્રવારે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,પુણે જિલ્લાના માવલમાં ફિલ્મ અભિનેત્રી સંગીતા બિજલાણીના ફાર્મહાઉસમાં ચોરીની જાણ થઈ છે.તેમણે કહ્યું કે ચાર મહિના  બાદ દિવસે સંગીતા પાવના ડેમ નજીક ટિકોના ગામમાં સ્થિત ફાર્મહાઉસ પહોંચી હતી..ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.

સંગીતા બિજલાણી તેના બે નોકર સાથે ફાર્મહાઉસ ગઈ હતી.જ્યારે તેણે ફાર્મહાઉસની હાલત જોઈ ત્યારે તેણે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પુણે ગ્રામીણ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં સંગીતાએ જણાવ્યું કે મુખ્ય દરવાજો અને બારીની ગ્રીલ તૂટેલી હતી.ઘરમાંથી ટીવી, ફ્રીજ અને બેડ સહિત ઘણી કિંમતી વસ્તુઓ ગાયબ હતી.એટલું જ નહીં, સીસીટીવી ફૂટેજ પણ તૂટેલા હતા.તેના પિતાની તબિયત ખરાબ હોવાથી તે ઘણા સમયથી ફાર્મહાઉસની મુલાકાત લીધી ન હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -