પાડોશી દેશના PM કેપી શર્મા ઓલી ભારતની મુલાકાતે આવશે

નેપાળના પીએમ કેપી શર્મા ઓલી ભારતની મુલાકાતે આવશે.ઓલીએ કહ્યું છે કે તેઓ ભારતની મુલાકાત લેશે.આ મુલાકાતને લઈને બંને પક્ષો વચ્ચે તૈયારીઓ ચાલી રહી છે. જોકે, તેમણે મુલાકાતની કોઈ નિશ્ચિત તારીખ આપી નથી.પરંતુ કહ્યું કે, તેઓ યોગ્ય સમયે ભારતની મુલાકાત લેશે.આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે તેમણે પીએમ મોદીને નેપાળની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. તેઓ નવેમ્બર સુધીમાં કાઠમંડુની મુલાકાત લઈ શકે છે.
ઓલીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે સ્થાનિક મીડિયામાં એવી અટકળો ચાલી રહી હતી કે તેમને ભારત તરફથી કોઈ ઔપચારિક આમંત્રણ મળ્યું નથી. જે દર્શાવે છે કે ભારત સાથેના તેમના સંબંધોમાં ખટાશ આવી છે.ઓલીએ ગુરુવારે મોડી રાત્રે નેપાળની યુટ્યુબ ચેનલ ‘ડાયરેક્શન્સ ટીવી’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હું કદાચ ભારતની મુલાકાત લઈશ.મારી મુલાકાત ત્યારે જ થશે જ્યારે બંને પક્ષો તેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરશે.”
- Advertisement -
- Advertisement -