સંસદના ચોમાસુ સત્ર પહેલા રાજનાથ, શાહ અને અન્ય મંત્રીઓએ બેઠક યોજી; ખાસ રણનીતિ બનાવી

21 જુલાઈથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા શુક્રવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી. ગૃહ પ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા અને કિરેન રિજિજુ સહિત ઘણા કેન્દ્રીય મંત્રીઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.રવિવારે યોજાનારી સર્વપક્ષીય બેઠક પહેલા સંરક્ષણ પ્રધાનના નિવાસસ્થાને આ બેઠક યોજાઈ હતી.
એવું માનવામાં આવે છે કે, મંત્રીઓએ સંબંધિત મુદ્દાઓ પર સરકારના વલણ પર રણનીતિ ઘડી હતી. જ્યારે વિપક્ષ સંસદના ચોમાસુ સત્રમાં બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR), પહેલગામ હુમલો અને ‘ઓપરેશન સિંદૂર’ સહિતના ઘણા મુદ્દાઓ ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે. જોકે બેઠકના એજન્ડા પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. સૂત્રોએ જણાવ્યું કે, તે ચોમાસુ સત્ર સાથે સંબંધિત હતું.સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન નડ્ડા અને સંસદીય બાબતોના પ્રધાન રિજિજુ ઉપરાંત, તેમના કેબિનેટ સાથીઓ પીયૂષ ગોયલ અને જી.કિશન રેડ્ડી પણ બેઠકમાં હાજર રહ્યા હતા.વિપક્ષ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ અને ‘ઓપરેશન સિંદૂર’ જેવા મુદ્દાઓ પર સંસદમાં ચર્ચાની માંગ કરી રહ્યું છે.
ભાજપ અને બિહારમાં તેના સાથી પક્ષોએ ચૂંટણીવાળા રાજ્યમાં SIR ને ટેકો આપ્યો છે. અને કહ્યું છે કે તેનો હેતુ ફક્ત લાયક મતદારો જ વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે. રાજનાથસિંહ સામાન્ય રીતે સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે છે. સંસદનું ચોમાસુ સત્ર 21 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.સિંહે બાદમાં ટોચના સંરક્ષણ અધિકારીઓ સાથે અલગથી બેઠક યોજી હતી. એવા સંકેતો છે કે તેઓ ‘ઓપરેશન સિંદૂર’ પર સંસદમાં નિવેદન આપી શકે છે.
- Advertisement -
- Advertisement -