35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

મહીસાગરમાં કરાર આધારીત ગ્રામ રોજગાર સેવક રૂપિયા 10,000 લાંચ લેતા ઝડપાયો


મહીસાગર જિલ્લાના લુણાવાડાના થાણા સાવલી ગ્રામ પંચાયતનો કરાર આધારિત ગ્રામ રોજગાર સેવક મહેશ ભાઈ વણકર રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો. ફરીયાદીનુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર થતા તા.10/04/2024 ના રોજ રૂ.30,000/નુ પ્રથમ હપ્તો બરોડા બેંક ખાતામા જમા થયો હતો. અને બીજો હપ્તો રૂ.80,000નો તારીખ 21/06/2025 ના રોજ જમા થયો હતો.

જે કામે મહેશભાઇ પરાગભાઇ વણકર ( ઉ.વ.૪૨, ધંધો- નોકરી ગ્રામ રોજગાર સેવક, થાણા સાવલી ગ્રામ પંચાયત)એ રૂ.10000ની લાંચની માંગણી કરી હતી.. જેનુ ફરીયાદીએ તેમના મોબાઇલ ફોનમા રેકોર્ડીગ કર્યું હતું.જોકે ફરીયાદીએ આક્ષેપિતને થોડું ઓછુ થાય તેમ કરી આપવા જણાવતા આક્ષેપિતે ત્રીજો હપ્તો ઓછો પડશે તેમ જણાવી રૂ.10,000ની માંગણી કરી હતી. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે મહીસાગર એ.સી.બી.ને ફરીયાદ કરી હતી. જેના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ.10,000ની લાંચ લેતા ઝડપાયો ગયો હતો.

ટ્રેપ કરનાર અધિકારી:

શ્રી એમ.એમ.તેજોત, પો.ઈન્સ.મહીસાગર એ.સી.બી. પો.સ્ટે.

સુપરવિઝન અધિકારી:

શ્રી બી.એમ.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -