28.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

“ગરવી ગુજરાતી થાળી” તેમજ “વર્લ્ડ પીસ” મોકટેઇલને મલેશિયામાં મળ્યો ગોલ્ડ મેડલ


મલેશિયા ખાતે ગ્લોબલ વર્લ્ડ શેફ દ્વારા આયોજિત વર્લ્ડ કલીનર કપમાં ભારતને ઇન્ડિયન કવિઝિન કેટેગરીમાં ટિમ ઓફ થ્રી દ્વારા બનાવેલ ગુજરાતી થાળીને ગોલ્ડ મેડલ એનાયત થયો હતો. આ ટીમમાં હિમાચલ પ્રકાશકુમાર મહેતા, દેવાંગ મહેતા તેમજ ઝલેરી મહેતાએ ભાગ લીધો હતો. ગુજરાતી થાળીમાં દોઢ કલાકમાં પંદર વાનગીઓ બનાવીને પીરસી હતી. જેમાં મુખ્યત્વે વેલકમ ડ્રિન્કમાં વરિયાળી શરબતથી લઈને પાત્રા, બેક્ડ હાંડવો, મગનું શાક, જીરા બટેટા, પુરી, ફાડા ખીચડો, દહીં તિખારી, ખજૂર અંજીરની પુરણપોળી, ટોપરાના લાડુ, પીનટ સેલડ, કાંદાનો લચ્છો, કેરીનું અથાણું અને છેલ્લે પાન પીરસ્યું હતું.

આ સાથે હાલ દુનિયામાં અશાંતિનો માહોલ છે ત્યારે હિમાચલ પ્રકાશકુમાર મહેતા દ્વારા બનાવાયેલ “વર્લ્ડ પીસ” મોકટેઇલ (“World Peace” Mocktail)ને ગોલ્ડ મેડલ મળ્યો છે. ભારતના તિરંગાના ત્રણ રંગો સાથે ભારત દ્વારા વિશ્વ શાંતિની અપીલ કરતા થીમ પર હિમાચલ પ્રકાશકુમાર મહેતાએ વિશ્વના નામાંકિત જજ શેફની હાજરીમાં મોકટેઇલ બનાવ્યું હતું. 15 મિનિટના સમયગાળામાં મોકટેઈલ બનાવવા સૌ પ્રથમ લીલો રંગ આપવા તાંબુલ એટલે કે પાનનો ક્રશ ગ્લાસમાં ઉમેરી તેમાં બીજા ક્રમે દૂધ ઉમેરવામાં આવ્યું હતું. આ દૂધમાં હાલ જે આગજની ચાલી રહી છે તેના પ્રતીકરૂપે તેમાં સળગતો એડીબલ કપૂર નાખવામાં આવ્યો હતો. એલચીના ધુમાડા સાથે તેને સ્મોકિંગ ઇફેક્ટ આપવામાં આવી હતી અને પછી આ આગજનીને શાંત કરવા તેમાં કેસરનું પાણી ઉમેરવામાં આવ્યું હતું. શાંતિપ્રિય દેશ ભારતના પ્રતિનિધિ તરીકે આ રીતે “વર્લ્ડ પીસ” મોકટેઇલ બનાવીને વિશ્વ શાંતિની અપીલ કરી હતી. છેલ્લા લાંબા સમયથી દુનિયામાં અશાંતિ ફેલાઈ છે ત્યારે ભારતે કરેલી આ પહેલને વિશ્વ ક્ષેત્રે આવકાર મળેલ છે. પ્રેઝન્ટેશન, ટેક્નિકસ, એટિકવેટ્સ, ટેસ્ટ, ટાઈમ લિમિટ, હાઇજિન, ઇન્ગ્રેડિયન્ટસ વગેરે માપદંડોના આધારે આ કોમ્પિટિશનમાં નિર્ણય આપવામાં આવ્યો હતો. ભારતના વિશ્વ પ્રસિદ્ધ ખાદ્ય ખોરાક પ્રદર્શન તેમજ ખાદ્ય ખોરાક ફેડરેશનના હિમાચલ પ્રકાશકુમાર મહેતા તેમજ ગાંધીનગરમાં કુક વિથ કનીનીકા કલાસીસના સંચાલક કનીનીકા મહેતા કે જેઓ ભારતના ગૌરવપૂર્ણ વેજિટેરિયન જજ છે જેમની સાથે કુલ 12 વ્યક્તિનું ડેલીગેશન મલેશિયામાં આયોજિત વર્લ્ડ ક્લીનરી આર્ટ કોમ્પિટિશનમાં ભાગ લેવા મલેશિયા ગયું હતું જેમાં હિમાચલ મહેતા, દેવાંગ મહેતા અને ઝલેરી મહેતાની ટીમને ઇન્ડિયન કવિઝિનમાં ગુજરાતી થાળીને ગોલ્ડ મેડલ મળ્યો છે. સાથે હિમાચલ મહેતા, અલકા ભંડારી અને રૂપાલી સેખરીની ટીમને એશિયન કવિઝિનમાં પંજાબી થાળીને બ્રોન્ઝ મેડલ મળેલ છે. મોકટેઇલમાં હિમાચલ પ્રકાશકુમાર મહેતાને ગોલ્ડ મેડલ સાથે ભારતને 26 મેડલ મળેલ છે. આ હરીફાઈનું આયોજન ગ્લોબલ શેફ એસોસિએશન દ્વારા મલેશિયાના યજમાનપદે થયું હતું.

ગ્લોબલ શેફ એસોસિએશનના પ્રેસિડન્ટ શેફ આર્થર લિમ દ્વારા ભારતની રસોઈકલા અને વર્લ્ડ પીસ મોકટેઇલને મધુર આવકાર આપવામાં આવ્યો હતો. તેમણે દરેક સ્પર્ધકોને પ્રોત્સાહન તેમજ શુભકામનાઓ પાઠવી હતી. આ સ્પર્ધામાં 1700 ઉપરાંત 28 દેશના સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કલિનરી આર્ટ ક્ષેત્રે ભારતનું વર્ચસ્વ હવે વધી રહ્યું છે અને ભારતના ખોરાકને હવે વૈશ્વિક ઓળખ મળી રહી છે.

ભારતને મળેલ કુલ મેડલ 26

ગોલ્ડ 4, સિલ્વર 8, બ્રોન્ઝ 14

ભારતની ટિમને મળેલ મેડલ્સ

1. ગોલ્ડ – ઇન્ડિયન કવિઝિન – ગરવી ગુજરાતી થાળી ટીમ ઑફ 3

હિમાચલ પ્રકાશકુમાર મહેતા, દેવાંગ મહેતા, ઝલેરી મહેતા (ત્રણ ગોલ્ડ)

2. સિલ્વર – ઇન્ડિયન કવિઝિન – પંજાબી થાળી ટીમ ઑફ 3

શ્રીયા બાર્વે, દર્શના જોશી, હની રામચંદાની (ત્રણ સિલ્વર)

3. મોર્ડન એશિયન કવિઝિન

સિલ્વર – ટીમ ઑફ થ્રિ

શ્રીયા બાર્વે, દર્શના જોશી, મૌસ્મી નિમા (ત્રણ સિલ્વર)

4. મોર્ડન એશિયન કવિઝિન

બ્રોન્ઝ – ટીમ ઑફ થ્રિ

હિમાચલ પ્રકાશકુમાર મહેતા, અલ્કા ભંડારી, રૂપાલી સેખરી ત્રણ બ્રોન્ઝ)

વ્યક્તિગત મેડલ્સ અને કેટેગરી

હિમાચલ પ્રકાશકુમાર મહેતા

મોકટેઇલ – ગોલ્ડ

દેવાંગ મહેતા

સિલ્વર ફ્રી સ્ટાઈલ કુકીઝ

કર્ણવી મહેતા

સિલ્વર – ફ્લોરા એન્ડ ફૌના કેક ડિસ્પ્લે

બ્રોન્ઝ – ફ્રી સ્ટાઈલ કુકીઝ

હની રામચંદાની

બ્રોન્ઝ – ફ્રી સ્ટાઇલ વેજિટેરિયન

સિલ્વર – મોકટેઇલ

રૂપાલી સેખરી

બ્રોન્ઝ – ફ્રી સ્ટાઈલ વેડિંગ કેક

કાવ્યા પુરોહિત

બ્રોન્ઝ – વેડિંગ કેક

બ્રોન્ઝ ફ્રી સ્ટાઈલ કુકીઝ

મૌસમી નીમા

બ્રોન્ઝ – ફ્રી સ્ટાઈલ વેડિંગ કેક

બ્રોન્ઝ – મોકટેઇલ

દર્શના જોષી

બ્રોન્ઝ – ફ્રી સ્ટાઈલ વેજિટેરિયન

અલ્કા ભંડારી

બ્રોન્ઝ – ફ્રી સ્ટાઈલ વેજિટેરિયન

શ્રીયા ભંડારી

બ્રોન્ઝ – વેડિંગ કેક

મેડલ્સની વ્યક્તિગત વિગત

હિમાચલ મહેતાને બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ, દેવાંગ મહેતાને એક ગોલ્ડ અને એક સિલ્વર, કર્ણવી મહેતાને એક સિલ્વર અને એક બ્રોન્ઝ, ઝલેરી મહેતાને એક ગોલ્ડ, હની રામચંદાણીને બે સિલ્વર અને બે બ્રોન્ઝ, રૂપાલી સેખરીને બે બ્રોન્ઝ, કાવ્ય પુરોહિતને બે બ્રોન્ઝ, મૌસમી નીમાને એક સિલ્વર અને એક બ્રોન્ઝ, દર્શના જોષીને એક સિલ્વર અને બે બ્રોન્ઝ, અલ્કા ભંડારીને બે બ્રોન્ઝ તેમજ શ્રિયા બાર્વેને બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ એનાયત થયેલા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -