24.9 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર : સિંગલ છોકરીઓ માટે જગ્યા નથી’,પાડોશીની ફરિયાદ પર મહિલાને ફ્લેટમાંથી કાઢી મૂકવામાં આવી



ગાંધીનગરમાં એક મહિલાને ફક્ત અપરિણીત હોવાને કારણે ભાડા પર ફ્લેટ મળી શક્યો નહીં. આ મામલો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાના ભાઈએ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર શેર કરી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે તેની બહેને મિત્રો સાથે ફ્લેટ ભાડે લીધો હતો.પરંતુ પાડોશીના વાંધાને કારણે તેમને ફ્લેટ છોડવો પડ્યો.
શેર કરેલી પોસ્ટ મુજબ, મહિલાએ તેના બે અન્ય મિત્રો સાથે ત્રણ BHK ફ્લેટ ભાડે લીધો હતો. તેઓએ બ્રોકરને પૈસા પણ ચૂકવ્યા અને તેમનો સામાન ફ્લેટમાં શિફ્ટ કર્યો. બ્રોકરે ખાતરી આપી હતી કે, અપરિણીત છોકરીઓને કોઈ સમસ્યા નહીં થાય. પરંતુ પછી પાડોશીએ બિલ્ડરને ફરિયાદ કરી કે કુંવારી છોકરીઓને ફ્લેટ ન આપવા જોઈએ.કંઈ પણ વિચાર્યા વિના બિલ્ડરે ફ્લેટ ‘નોટિસ’ પર મૂક્યો અને તેમને રહેવા દીધો નહીં.
રેડિટ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે છોકરીએ પાડોશી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો કે તે કોઈ મુશ્કેલી ઊભી નહીં કરે.પરંતુ પાડોશીએ સાંભળવાનો ઇનકાર કર્યો. તેણે છોકરીનો ફોન ડિસ્કનેક્ટ કરી દીધો અને બાદમાં તેને દરેક જગ્યાએથી બ્લોક કરી દીધી. આ કારણે છોકરી અને તેના પરિવારને ફરીથી ઘર શોધવા અને સ્થળાંતર કરવાનો ખર્ચ ઉઠાવવો પડ્યો.
છોકરીના ભાઈએ લખ્યું કે આ માત્ર નિરાશાજનક જ નહીં પણ ભેદભાવપૂર્ણ પણ છે. ફક્ત અપરિણીત હોવાના આધારે બધું પૂર્ણ થયા પછી કોઈને ઘરમાંથી કાઢી મૂકવું એ સામાજિક સંકુચિતતા દર્શાવે છે.ઘણા લોકોએ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે ભારતમાં હજુ પણ અપરિણીત છોકરાઓ અને છોકરીઓ માટે ભાડાનું ઘર શોધવું કેટલું મુશ્કેલ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -