મુખ્યમંત્રીએ થપ્પડ મારવા માટે હાથ કર્યો ઉંચો, કોણ છે તે પોલીસ અધિકારી.

આ અધિકારી કર્ણાટકના ધારવાડમાં અધિક પોલીસ અધિક્ષક નારાયણ વેંકપ્પા બારામણી છે.તેઓ આ દિવસોમાં સમાચારમાં છે.તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર જાહેર અપમાનનો આરોપ લગાવીને સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી છે.મામલો ગરમાયો છે.લોકો આ ઘટના વિશે અલગ અલગ વાતો કહી રહ્યા છે.
નારાયણનો જન્મ કર્ણાટકમાં થયો હતો. તેમણે 1994માં કર્ણાટક પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું..31 વર્ષથી સેવા આપી રહ્યા છે.તેઓ ગ્રેજ્યુએશન પછી પોલીસ સેવામાં જોડાયા હતા.કર્ણાટક રાજ્ય પોલીસ સેવા (KSP) હેઠળ પ્રમોશન મેળવ્યા બાદ તેઓ ASP બન્યા હતા..એટલે કે, તેમણે નીચેથી શરૂઆત કરીને સખત મહેનતથી આ પદ પર પહોંચ્યા હતા..
1994 માં સબ-ઇન્સ્પેક્ટર તરીકે શરૂઆત કરનારા નારાયણે ધીમે ધીમે પ્રગતિ કરી અને પોલીસ ઇન્સ્પેક્ટર (PSI) થી ASP સહિત અનેક પદો પર કામ કર્યું. તેમની કારકિર્દી હંમેશા સરળ નહોતી.2008માં કર્ણાટક લોકાયુક્તે તેમના પર ગેરકાયદેસર રીતે મિલકત એકઠી કરવાનો આરોપ લગાવીને સસ્પેન્ડ કર્યા.જોકે, વિભાગીય તપાસમાં તેઓ નિર્દોષ સાબિત થયા અને 2017માં બાગલકોટ કોર્ટે કેસ ફગાવી દીધો હતો.વર્ષ 2022માં કર્ણાટક હાઈકોર્ટે પણ આ નિર્ણયને માન્ય રાખ્યો હતો..ત્યારબાદ તેઓ ફરીથી ફરજ પર જોડાયા હતા.
બેલગામમાં ‘સંવિધાન બચાવો’ રેલી દરમિયાન આખો હંગામો શરૂ થયો. નારાયણ તે સમયે સુરક્ષા પ્રભારી હતા.આ દરમિયાન કેટલીક મહિલાઓએ કાળા ઝંડા બતાવીને સૂત્રોચ્ચાર કર્યો. આના પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ગુસ્સે થઈ ગયા અને તેમણે નારાયણને સ્ટેજ પરથી બોલાવીને તેમના પર હાથ ઉંચો કરવાનો પ્રયાસ કર્યો.
વાયરલ વીડિયોમાં દેખાતું હતું કે સુરક્ષા ગાર્ડ્સે દરમિયાનગીરી કરી હતી. પરંતુ નારાયણનું અપમાન કરવામાં આવ્યું હતું. તેમણે બાદમાં ભાવનાત્મક પત્રમાં લખ્યું હતું કે મેં કોઈ ભૂલ કરી નથી.છતાં મને થપ્પડ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ મારા માટે મોટો માનસિક આઘાત હતો.બે દિવસ સુધી ટીવી પર બતાવવામાં આવ્યું..પરંતુ ન તો મુખ્યમંત્રીએ મને સમજાવ્યું, ન તો કોઈ વરિષ્ઠ અધિકારીએ મને ટેકો આપ્યો. 14 જૂન 2025 ના રોજ તેમણે VRS માટે અરજી કરી અને કહ્યું કે મુખ્યમંત્રીના વર્તનથી મારી અને સમગ્ર કર્ણાટકના સરકારી કર્મચારીઓની હિંમત તૂટી ગઈ. મેં હંમેશા પ્રામાણિકપણે કામ કર્યું. પરંતુ દોષ વિના અપમાન સહન કરવું પડ્યું.હવે મારી પાસે રાજીનામું આપવા સિવાય કોઈ રસ્તો નથી. તેમના આ શબ્દો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા.
- Advertisement -
- Advertisement -