જયારે પણ કોઈ પણ નાનું-મોટું ઓપરેશન હોય ત્યારે બ્લડની જરૂર પડે છે..અને એટલે જ રક્તદાન કરવાથી લોકોને નવજીવન આપી શકાય છે. નિયમિત રીતે રક્તદાન કરવાથી શરીરને પણ અનેક ફાયદાઓ થતા હોય છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં “પ.પૂ.શ્રી ચિરાગ દાદા”ના માર્ગદર્શનમાં માનવ કલ્યાણનું કાર્ય કરતી સંસ્થા “જય દાદા ફાઉન્ડેશન”દ્વારા થેલેસેમીયા પિડીત બાળકોના હિતાર્થે “રક્તદાન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું..જેમા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ રક્તદાન કર્યુ હતું..રક્તદાતા મિત્રોને પણ આકર્ષક ગીફટ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા..તેમજ “જય દાદા ફાઉન્ડેશન”ની આ એક મહત્વપૂર્ણ પહેલને સૌ કોઇએ બિરદાવી હતી.







