વડાપ્રધાન મોદી પાંચ દેશોના પ્રવાસે..પહેલા ઘાનામાં રોકાશે;બ્રિક્સ સમિટમાં આપશે હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પાંચ દેશોના પ્રવાસે રવાના થયા હતા.. તેઓ 2 થી 9 જુલાઈ દરમિયાન ઘાના, ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાના પ્રવાસે રહેશે. આ દરમિયાન વડાપ્રધાન તારીખ 6 અને 7 જુલાઈએ બ્રાઝિલમાં 17મા બ્રિક્સ સમિટમાં ભાગ લેશે.જેનાથી વૈશ્વિક દક્ષિણના દેશો સાથે ભારતના સંબંધોને એક નવું પરિમાણ મળવાની અપેક્ષા છે.
પ્રવાસના પ્રથમ તબક્કામાં,વડાપ્રધાન મોદી 2 થી 3 જુલાઈ દરમિયાન ઘાનામાં રહેશે. ત્રણ દાયકામાં ભારતીય વડાપ્રધાનની ઘાનાની આ પહેલી મુલાકાત હશે.તેઓ ઘાનાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠકમાં આર્થિક, ઉર્જા અને સંરક્ષણ સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. તેઓ 3-4 જુલાઈએ ત્રિનિદાદ-ટોબેગોમાં રહેશે. 1999 બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની આ પહેલી મુલાકાત હશે.પ્રવાસના ત્રીજા તબક્કામાં, વડાપ્રધાન 4-5 જુલાઈ દરમિયાન આર્જેન્ટિનાની મુલાકાત લેશે.સંરક્ષણ, કૃષિ, ખાણકામ, તેલ અને ગેસ, વેપાર સહિત અનેક ક્ષેત્રોમાં ભાગીદારી પર ચર્ચા કરશે.ત્યારબાદ તેઓ બ્રિક્સ બેઠકમાં ભાગ લેવા બ્રાઝિલ જશે.વડાપ્રધાન 9 જુલાઈએ નામિબિયા પહોંચશે.ત્યાંની સંસદમાં ભાષણ પણ આપે તેવી આશા છે.
- Advertisement -
- Advertisement -