31.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

કર્ણાટકમાં હાર્ટ એટેકથી હડકંપ,40 દિવસમાં 21 લોકોના મોત;યુવાનોની સંખ્યા વધુ


કર્ણાટકના હાસન જિલ્લામાં હાર્ટ એટેકે આખા દેશને હચમચાવી દીધો છે.40 દિવસમાં અહીં હાર્ટ એટેકથી 21 લોકોના મોત થયા છે.કાર્ડિયાક અરેસ્ટની પણ શંકા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આમાં વધુ યુવાનો મૃત્યુ પામી રહ્યા છે.માહિતી અનુસાર, હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોમાં 62 ટકા લોકો 45 વર્ષથી ઓછી ઉંમરના છે. 5 લોકોની ઉંમર 19 થી 25 વર્ષની વચ્ચે છે. સોમવારે માત્ર એક જ દિવસમાં 3 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા હતા.મૃત્યુઆંક વધતો જ રહ્યો છે.25 થી 45 વર્ષની વચ્ચેના 8 લોકોનો પણ આમાં સમાવેશ થાય છે.જિલ્લા હોસ્પિટલના ડેટા અનુસાર,બે વર્ષમાં, 507 લોકોએ હાર્ટ એટેકની ફરિયાદ કરી છે.જેમાંથી 190 લોકોના મોત થયા.

આરોગ્ય મંત્રાલયની શરૂઆતની તપાસમાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામેલા 18 લોકોમાંથી 9 લોકો 55 વર્ષથી વધુ ઉંમરના હતા.અને તેમને અન્ય રોગો હતા.પરંતુ તે પછી બધા યુવાન વયના હતા. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં દર્દીઓ પહેલાથી જ ટાઇપ-1 ડાયાબિટીસ અથવા કેટલાક ક્રોનિક રોગોથી પીડિત હતા..હૃદયરોગના હુમલાના ઘણા કારણો છે.પરંતુ તેની સંખ્યા આટલી વધી રહી છે.તે હજુ સુધી સંપૂર્ણ રીતે જાણી શકાયું નથી.સરકારે આ તપાસ 10 દિવસમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -