28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

દહેગામ : ઝાંકની નિવાસી શાળાના 105 વિદ્યાર્થીઓને અચાનક દેખાવાનું થઈ ગયું ઝાંખું.


દહેગામ તાલુકાના ઝાક ગામની નિવાસી શાળામાં અભ્યાસ કરતા 100થી વધુ વિદ્યાર્થીઓને અચાનક આંખે દેખાવાનો પ્રોબ્લેમ ઉભો થયો હતો.બાળકોના આંખમાં પાણી આવવા અને આંખ લાલ થવાની તકલીફો ઊભી થઈ હતી.જેના લઈને તમામ વિદ્યાર્થીઓને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જેમાં 12 જેટલાં વિદ્યાર્થીને ગંભીર અસર હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાત ડૉક્ટરની ટીમ દ્વારા રોગચાળા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી..

ઝાંક ગામની જે.બી દેસાઈ વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આજે આંખે ઓછું દેખાવાની તકલીફ થઈ હતી. ઘણાં વિદ્યાર્થીઓને ડબલ દેખાવાની તથા આંખમાંથી પાણી નીકળવાની ફરિયાદ પણ કરી હતી.આ બાબતે સ્થાનિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવતા વિઝનરી વિચિત્ર રોગચાળો હોવાનું સામે આવ્યું હતું.જેના પગલે ગંભીર તકલીફો અને લક્ષણો જણાતા 12 વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તબીબો દ્વારા બાળકોને સારવાર આપવામાં આવી હતી..તેમજ રોગચાળાનું કારણ જાણવા માટે બ્લડ સહિતના સેમ્પલ પણ કલેક્ટ કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે તબક્કાવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બપોરે વિદ્યાર્થીઓએ લાડુ, દાળ-ભાત, શાક સહિત જે ભોજન લીધું હતું.. તેના ફૂડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત શાળામાં તથા હોસ્ટેલ બિલ્ડિંગમાં પીવાના અને વપરાશના પાણીના પણ સેમ્પલ લઈને તેને ચેકિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે.આ વિચિત્ર વિઝન રોગચાળો કયા કારણે ફેલાયો છે..તેનો ખ્યાલ આવી શકશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -