મહેસાણા : દૂધસાગર ડેરીની બોર્ડ બેઠકમાં થયો હોબાળો,ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આરોપ

દૂધસાગર ડેરી દ્વારા દર મહિને બહાર પાડવામાં આવતી પત્રિકામાં દેવા તરીકે કેટલીક રકમ દર્શાવવામાં આવી હતી.જો કે ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલનો દાવો છે કે,વાસ્તવિક દેવું રૂપિયા 1790 કરોડનું છે.બોર્ડ મીટિંગમાં યોગેશભાઈ પટેલે આ મુદ્દે મેનેજિંગ ડિરેક્ટરને પ્રશ્ન પૂછ્યો હતો.
પ્રશ્નોતરી દરમિયાન ડેરીના ચેરમેન અશોક ચૌધરી પ્રશ્નનો જવાબ ન આપી શકતા ઉગ્ર થઈ ગયા હતા અને તેમને લાફો માર્યો હોવાનો આરોપ છે.ચેરમેનના નજીકના ગણાતા ડેરીના ડિરેક્ટર દિલીપભાઈએ પણ ધક્કામુક્કી કરી હોવાનો આરોપ વાઇસ ચેરમેને લગાવ્યો છે.ઘટના બાદ યોગેશભાઈ પટેલે બી ડિવિઝન પોલીસ મથકે અશોક ચૌધરી અને ડિરેક્ટર દિલીપભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી..
ચેરમેન અશોક ચૌધરીએ શું કહ્યું..
ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ કહ્યું કે, દૂધસાગર ડેરીની સામાન્ય મિટિંગમાં અગાઉના મહિનામાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે..ત્યારે મિટિંગ શરૂ થતા જ વાઇસ ચેરમેન યોગેશ પટેલ લેખિતમાં લાવેલા પ્રશ્નો ઉઠાવ્યા હતા.જેના અમે શાંતિપૂર્ણ રીતે એકથી સવા કલાક સુધી જવાબ આપ્યા હતા.
તેઓએ વધુમાં કહ્યું કે, દૂધસાગર ડેરીના વહીવટમાં પશુપાલકોને સારા ભાવ મળે તે માટે અમે પારદર્શકતા અને કરકસર સાથે વહીવટ કરી રહ્યા છીએ..જેનું પરિણામ પણ જોવા મળી રહ્યું છે. વાઇસ ચેરમેને પૂછેલા પ્રશ્નોના અમે ખુલાસા આપ્યા હતા..છતાં તેઓ ઉભા થઈ ગયા હતા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. જોકે બોર્ડના સભ્યોએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.. તેમ છતાં તેઓ મર્યાદા ચૂકીને ખરાબ શબ્દો બોલતા હતા.હાથ ઉપાડવાની વાત પાયાવિહોણી છે.તેઓ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા હતા.
ચેરમેન અશોક ચૌધરીએ આક્ષેપ કર્યો કે, “વાઇસ ચેરમેન આજે ચાર્જિંગમાં જ હતા કે આજે બોર્ડ મીટિંગમાં અમારે ઝઘડો કરવાનો છે.આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે. ત્યારે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા.ડેરીનો સરસ વહીવટ ચાલે છે તેને બદનામ કરવા માટે આ કાવતરું રચાયું છે..
- Advertisement -
- Advertisement -