CBSEનો મોટો નિર્ણય, આગામી વર્ષથી 10મા ધોરણની બોર્ડ પરીક્ષા બે વાર લેવામાં આવશે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ વર્ષમાં બે વાર 10મા ધોરણની બોર્ડ પરીક્ષા લેવાના નિયમોને મંજૂરી આપી છે. વર્ષ 2026 થી CBSE દ્વારા 10મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે. CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે જણાવ્યું કે CBSE એ બે વાર પરીક્ષાઓ યોજવાના મોડેલને મંજૂરી આપી છે.
વર્ષમાં પહેલી પરીક્ષા ફેબ્રુઆરીમાં અને બીજી પરીક્ષા મેમાં લેવામાં આવશે. ફેબ્રુઆરીમાં યોજાનારી પરીક્ષાના પરિણામો એપ્રિલમાં જાહેર કરવામાં આવશે.અને મેમાં યોજાનારી પરીક્ષાના પરિણામો જૂનમાં જાહેર કરવામાં આવશે.10મા ધોરણની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પહેલી પરીક્ષામાં બેસવું ફરજિયાત રહેશે.અને બીજી વખત મરજીથી યોજાનારી બોર્ડ પરીક્ષામાં ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓ પોતાના ગુણ સુધારવા માટે બીજી વખત ભાગ લઈ શકે છે. નવા નિયમો અનુસાર આંતરિક મૂલ્યાંકન વર્ષમાં ફક્ત એક જ વાર કરવામાં આવશે.
પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે?
CBSE દ્વારા ફેબ્રુઆરીમાં તૈયાર કરાયેલા ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું હતું કે CBSE 10મા ધોરણની બોર્ડ પરીક્ષાનો પ્રથમ તબક્કો 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન યોજાઈ શકે છે..બીજા તબક્કાની પરીક્ષાઓ 5 થી 20 મે દરમિયાન યોજાશે.પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષાઓમાં અભ્યાસક્રમ સમાન રહેશે..સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે.બંને પરીક્ષાઓમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્રો સમાન રહેશે.
બંને પરીક્ષાઓની ફી નોંધણી સમયે જમા કરાવવાની રહેશે. CBSE બીજી પરીક્ષા દ્વારા એવા વિદ્યાર્થીઓને તક આપવા માંગે છે. જેઓ પરીક્ષા પછી એકવાર પોતાનું પરિણામ સુધારવા માંગે છે.
જો કોઈ વિદ્યાર્થી વર્ષની બંને પરીક્ષાઓમાં ભાગ લે છે તો તેના જે ગુણ વધુ હશે તે અંતિમ ગણવામાં આવશે.જો કોઈને પહેલી પરીક્ષામાં વધુ અને બીજી પરીક્ષામાં ઓછા ગુણ મળે છે.. તો તેના પહેલા તબક્કાની પરીક્ષાના ગુણને અંતિમ ગણી શકાય.વિદ્યાર્થીઓને ત્રણ વિષયોમાં તેમનું પ્રદર્શન સુધારવાની મંજૂરી આપવામાં આવશે.જો કોઈ વિદ્યાર્થી પહેલી પરીક્ષામાં 3 કે તેથી વધુ વિષયોમાં હાજર રહ્યો નથી.. તો તેને બીજી પરીક્ષામાં બેસવાની તક મળશે નહીં.
- Advertisement -
- Advertisement -