પત્નિ રંગે હાથ પકડાઇ જતા પતિને આપી ધમકી, મને છોડી દે નહીંતર હું મારા પ્રેમીને તને મારી નાખવા બોલાવીશ.

ઉત્તરપ્રદેશના મુરાદાબાદ જિલ્લાના મજોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક મહિલાએ તેના પતિની ગેરહાજરીમાં તેના પ્રેમીને ઘરે બોલાવ્યો હતો.આ વાતનો સંકેત મળતાં પતિએ આવીને બંનેને રંગે હાથે પકડી લીધા હતા.પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બંનેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.જ્યાં કલાકોની પંચાયત પછી સમાધાન થયું હતુ.મહિલા તેના પતિ સાથે ઘરે ગઈ હતી.એવો આરોપ છે કે ઘરે પહોંચ્યા બાદ મહિલાએ તેના પતિને ધમકી આપી હતી કે તે તેને છોડી દે, નહીંતર તે તેના પ્રેમી દ્વારા તેને મારી નાખશે.
મજોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક યુવકના લગ્ન બે વર્ષ પહેલાં કુંદરકી વિસ્તારની એક છોકરી સાથે થયા હતા.આ દંપતીને એક પુત્રી પણ છે.યુવકે અરજીમાં પોલીસને જણાવ્યું કે,તેની પત્ની ફોન પર કોઈની સાથે વાત કરતી હતી.જ્યારે તેણે આ અંગે તેના સાસરિયાઓને ફરિયાદ કરી ત્યારે તેની પત્નીના પરિવારે તેને ધમકી આપી હતી કે,જો તે તેમની પુત્રીને બદનામ કરશે.તો તેઓ તેને દહેજ ઉત્પીડનના કેસમાં જેલ મોકલી દેશે. ત્યારબાદ યુવક શાંત થઇ ગયો હતો.અને તેની પત્નીને અટકાવવાનું બંધ કર્યું હતુ..
જો કે ગુરુવારે સવારે તે કામ પર ગયો હતો..ત્યારે તેની પત્ની અને પુત્રી ઘરે હાજર હતા.સવારે 10 વાગ્યાની આસપાસ એક અજાણ્યો યુવક તેના ઘરમાં ઘૂસી ગયો હતો..પડોશના લોકોએ આ અંગે યુવાનને જાણ કરી હતી.પતિ ઘરે પહોંચ્યો ત્યારે તેણે યુવાનને તેની પત્ની સાથે તેના ઘરમાં હાજર જોયો હતો.જ્યારે હોબાળો થયો ત્યારે પડોશના લોકો પણ આવીને યુવકને પકડી લીધો હતો..માહિતી મળતાં પોલીસ આવીને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી..જ્યાં પૂછપરછ કરતાં યુવકે જણાવ્યું કે તે લગ્ન પહેલા મહિલાના સંપર્કમાં હતો. તેણે તેને ફોન કરીને તેના ઘરે આમંત્રણ આપ્યું હતું.કલાકોની પંચાયત બાદ મહિલા તેના પતિ સાથે ઘરે ગઈ હતી..પોલીસે પણ કોઈ કાર્યવાહી કર્યા વિના યુવકને છોડી દીધો હતો..
- Advertisement -
- Advertisement -