22.1 C
Ahmedabad
Friday, March 6, 2026

નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગ જીતી,,જર્મનીના જૂલિયન વેબરને હરાવ્યો


ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગ 2025 ના પુરુષોના ભાલા ફેંક ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતુ..20 જૂને  પેરિસમાં યોજાયેલી આ ઇવેન્ટમાં નીરજ તેના નજીકના હરીફ જર્મનીના જુલિયન વેબરને હરાવ્યો હતો.નીરજ છેલ્લી બે ટૂર્નામેન્ટમાં વેબર સામે હારી ગયો હતો.પરંતુ હવે તેણે તે બે હારનો બદલો લઈ લીધો છે.

પેરિસ ડાયમંડ લીગમાં નીરજ ચોપરાએ પ્રથમ પ્રયાસમાં 88.16 મીટર ફેંક્યો હતો.જેના કારણે તે ટોચ પર આવ્યો અને અંત સુધી લીડ જાળવી રાખી હતી.ત્યારબાદ નીરજે બીજા પ્રયાસમાં 85.10 મીટરનું અંતર કાપ્યું. નીરજનો ત્રીજો, ચોથો અને પાંચમો પ્રયાસ ફાઉલ રહ્યો હતો.જ્યારે છઠ્ઠા પ્રયાસમાં તેણે 82.89 મીટર ફેંક્યો હતો.પેરિસ ડાયમંડ લીગમાં નીરજ ચોપરાનું પ્રદર્શન

પ્રથમ પ્રયાસ- 88.16 મીટર

સેકન્ડ પ્રયાસ- 85.10 મીટર

ત્રીજો પ્રયાસ- ફાઉલ

ચોથો પ્રયાસ- ફાઉલ

પાંચમો પ્રયાસ- ફાઉલ

છઠ્ઠો પ્રયાસ- 82.89 મીટર

૮ ખેલાડીઓનો શ્રેષ્ઠ થ્રો

નીરજ ચોપરા (ભારત) – 88.16 મીટર

જુલિયન વેબર (જર્મની) – 87.88 મીટર

લુઇઝ મૌરિસિયો દા સિલ્વા (બ્રાઝિલ) – 86.62 મીટર

કેશોર્ન વોલકોટ (ત્રિનિદાદ અને ટોબેગો) – 81.66 મીટર

એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) – 80.29 મીટર

જુલિયસ યેગો (કેન્યા) – 80.26 મીટર

એડ્રિયન માર્ડારે (મોલ્ડોવા) – 76.66 મીટર

રેમી રૂગેટ (ફ્રાન્સ) – 70.37 મીટર

ડાયમંડ લીગના કોઈપણ તબક્કામાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીને 8 પોઈન્ટ મળે છે.જ્યારે બીજા સ્થાન પર રહેવા બદલ 7 ત્રીજા સ્થાન પર રહેવા બદલ 6 અને ચોથા સ્થાન પર રહેવા બદલ 5 પોઈન્ટ આપવામાં આવે છે.એટલે કે, નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં 8 પોઈન્ટ મેળવ્યા હતા.જ્યારે બીજા સ્થાન પર રહેલા જુલિયન વેબરને 7 પોઈન્ટ મળ્યા હતા.ડાયમંડ લીગ 2025, 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ઝુરિચમાં ડાયમંડ લીગ ફાઇનલ સમાપ્ત થવાની છે.ડાયમંડ લીગ ફાઇનલના વિજેતાને ડાયમંડ ટ્રોફી મળશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -