પ્રેમાનંદ મહારાજનો ફોટો AI દ્વારા વાયરલ થતાં સંત સમાજમાં રોષ

સોશિયલ મીડિયા પર પ્રેમાનંદ મહારાજનો ફોટો વાયરલ થયા બાદ વૃંદાવનમાં હોબાળો મચી ગયો.આ કેસમાં પ્રેમાનંદ મહારાજના શિષ્ય ગૌતમ ચિલાનાએ વૃંદાવન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.જેમાં તેમણે અજાણ્યા વ્યક્તિ સામે FIR નોંધવાની માંગ કરી હતી.પોલીસ આ તસવીર કોણે બનાવી અને કોણે વાયરલ કરી તે અંગે તપાસ કરી રહી છે.
વૃંદાવનના ચતુ સંપ્રદાય વિરક્ત વૈષ્ણવ પરિષદના નેજા હેઠળ ગુરુવારે પંચકોસી પરિક્રમા માર્ગ પર આવેલા ગૌતમ ઋષિ આશ્રમમાં સંતો-મહંતોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદના પ્રમુખ મહંત સનતકુમાર દાસ મહારાજની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં તાજેતરમાં વાયરલ થયેલા પ્રેમાનંદ મહારાજના વિવાદાસ્પદ ફોટા પર ચર્ચા કરવામાં આવી હતી અને સંત સમાજે તેનો સર્વાનુમતે વિરોધ કર્યો હતો.
સંતોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વ્રજની પરંપરા અને શ્રદ્ધાની વિરુદ્ધ આવી છબી બનાવવી નિંદનીય છે. તેમણે માંગ કરી હતી કે આ ફોટો જેણે પણ બનાવ્યો છે.તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પરિષદે કેલી કુંજ આશ્રમ મેનેજમેન્ટ અને પ્રેમાનંદ મહારાજના શિષ્ય પરિકરને ચેતવણી આપી હતી કે, જો સંબંધિત વ્યક્તિ સામે પોલીસમાં કેસ નોંધવામાં નહીં આવે તો સાધુ સમુદાય પોતે જ મોરચો સંભાળશે.
બેઠકમાં બાંકે બિહારી મંદિરમાં ટ્રસ્ટની પ્રસ્તાવિત રચનાનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. પરિષદના ઉપપ્રમુખ મહંત મોહિની બિહારી શરણ મહારાજે જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ સેવાયતોના પરંપરાગત અધિકારોનું ઉલ્લંઘન કરશે, જેને સંત સમુદાય ક્યારેય સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે આ પગલું મંદિરની વ્યવસ્થામાં બાહ્ય હસ્તક્ષેપ વધારશે, જે ભક્તો અને સેવાયતો બંને માટે ચિંતાનો વિષય છે.
આ સભામાં મહંત લાડલી શરણદાસ મહારાજ, મહંત ફૂલડોલ બિહારી દાસ મહારાજ, મહંત હેમકાંત શરણ દેવાચાર્ય, ઘમંડ પીઠાધીેશ્વર વેણુ ગોપાલ દાસ મહારાજ, વંશીવત પીઠાધીશ્વર જયરામ દાસ મહારાજ સહિત અનેક અગ્રણી સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા..
પ્રેમાનંદ મહારાજ આરામ કરતા હોય તેવી રીતે અને રાધારાની તેમના ચરણ પાસે બેસેની સેવા કરતી હોય તેવી તસ્વીર સોશિયલ મીડિયમાં વાયરલ થઇ હતી..ત્યારબાદ વૃંદાવનમાં તેમના શિષ્યએ ફરિયાદ કરી હતી..
- Advertisement -
- Advertisement -