10 દિવસમાં તને મારી નાખીશુ; ઉપેન્દ્ર કુશવાહાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી ધમકી

રાષ્ટ્રીય લોક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાને હત્યાની ધમકી આપવામાં આવી છે. ઉપેન્દ્ર કુશવાહાએ પોતાના સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે,, તેમને એક ગેંગ દ્વારા હત્યાની ધમકી આપવામાં આવી છે.ઉપેન્દ્ર કુશવાહાએ સોશિયલ મીડિયા પર સમગ્ર ઘટનાની માહિતી આપી છે..પટણા પોલીસ પાસેથી કાર્યવાહીની માંગ કરી છે.
કુશવાહાએ વધુમાં કહ્યું કે, તેમને ધમકી આપનારા લોકોએ તેમને સીધી ચેતવણી આપી હતી. જો તેઓ કોઈ ચોક્કસ રાજકીય પક્ષ વિરુદ્ધ નિવેદનો આપવાનું ચાલુ રાખશે.. તો તેમને મારી નાખવામાં આવશે.આ ઘટના માત્ર ચૂંટણીનું વાતાવરણ વધુ ઝેરી બનાવી શકે છે.. પરંતુ સુરક્ષા એજન્સીઓ માટે પણ મોટો પડકાર ઉભો કરી શકે છે.
ઉપેન્દ્ર કુશવાહાએ પટણાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકનો સંપર્ક કર્યો અને તાત્કાલિક તપાસ અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે,, આવી ધમકીઓ ફક્ત તેમની વ્યક્તિગત સલામતી માટે ખતરો નથી… પણ લોકશાહી માટે પણ એક ગંભીર પડકાર છે.
તેમણે કહ્યું કે ‘ગુરુવારે સાંજે 8:52 થી 9:20 વાગ્યાની વચ્ચે મને એક મોટી ગેંગના નામે +916305129156 અને +919229567466 મોબાઇલ નંબરો પરથી સતત 7 ધમકીભર્યા કોલ આવ્યા હતા. ઉપરાંત +917569196793 નંબર પરથી રાત્રે 8:57 વાગ્યે MMS/SMS દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી.જો હું કોઈ ચોક્કસ પક્ષ વિરુદ્ધ બોલતો રહીશ.. તો તમને 10 દિવસમાં સમાપ્ત કરી દેવામાં આવશે.
- Advertisement -
- Advertisement -