24.2 C
Ahmedabad
Friday, March 6, 2026

આયુશ્રી મલિક મિસ સુપ્રાનેશનલ 2025 માં ભારતનું કરશે પ્રતિનિધિત્વ..


દિલ્હીની રહેવાસી આયુશ્રી મલિક આજે લાખો છોકરીઓ માટે એક ઉદાહરણ બની ગઈ છે. જ્યારે તે માત્ર 7 વર્ષની હતી ત્યારે તેના પિતાનું રોડ અકસ્માતમાં અવસાન થયું હતુ.તે ઉંમરે જ્યારે બાળકો સૌથી વધુ પ્રેમ અને સમર્થનની અપેક્ષા રાખે છે.ત્યારે આયુશ્રીએ તેના જીવનનો સૌથી મોટો ખાલીપો અનુભવ્યો હતો.પરંતુ તેની માતા એક પોલીસ અધિકારી છે.તેણે તેની સંભાળ રાખી હતી.

તેણીએ તેની પુત્રીને એટલી મજબૂત બનાવી કે આજે તે જ પુત્રી વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મમાંના એક પર ભારતને ગૌરવ અપાવવા જઈ રહી છે.આયુશ્રીએ ‘લિવા મિસ દિવા સુપ્રાનેશનલ 2024’ નો ખિતાબ જીત્યો છે.હવે તે ‘મિસ સુપ્રાનેશનલ 2025’ માં પોલેન્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.આ સિદ્ધિ પાછળ ફક્ત સખત મહેનત જ નથી.તેની પાછળ એક ભાવનાત્મક યાત્રા અને ઘણો સંઘર્ષ પણ છે.

આયુશ્રીએ પોતાના સંઘર્ષ વિશે વાત કરતા કહ્યું કે,’હું એક સિંગલ મધરની દીકરી છું.મારી માતાએ જે રીતે પોતાના કામ અને મારા ઉછેરને સંતુલિત કર્યું તે પ્રશંસનીય છે.હું બાળપણથી જ દેશભક્તિના વાતાવરણમાં મોટી થઈ છું. મને હંમેશા શીખવવામાં આવ્યું હતું કે,દેશ માટે કંઈક કરવું એ સૌથી મોટી વાત છે.આજે જ્યારે મને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. ત્યારે તે મારા માટે ખૂબ ગર્વની વાત છે.’

આયુશ્રીએ પોતાના પિતા ગુમાવવાનું દુ:ખ આગળ શેર કરતાં કહ્યું, ‘મારા પિતા ગુમાવવા એ મારા માટે સૌથી મોટો આઘાત હતો.તે ઉંમરે હું ફક્ત એટલું જ સમજી શકતી હતી કે,મારી દુનિયા બદલાઈ ગઈ છે.પરંતુ મેં તે દુ:ખને મારી શક્તિ બનાવી.મેં ‘બ્રેવ હાર્ટ્સ’ નામનું એક અભિયાન શરૂ કર્યું.આ તે બાળકો માટે છે જેમણે કોઈ પ્રિયજન ગુમાવ્યું છે.અત્યાર સુધી અમે સેંકડો પરિવારો સુધી પહોંચ્યા છીએ.ત્યાં અમે ભાવનાત્મક ટેકો, શિષ્યવૃત્તિ અને ખુલીને વાત કરવા માટે એક સુરક્ષિત સ્થળ આપ્યું. આપણે ઘણીવાર મૃત્યુ પામેલા લોકોનો શોક માનીએ છીએ.પરંતુ જે લોકો જીવે છે અને દરરોજ પીડાય છે તેમને કોઈ સાંભળતું નથી. ‘બ્રેવ હાર્ટ્સ’ એ આવા લોકોને અવાજ આપવાનો મારો પ્રયાસ છે.’


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -