ઇરાને ઇઝરાયલની 1000 બેડવાળી “સોરોકા” હોસ્પિટલ પર દાગી મિસાઇલ,PM નેતન્યાહૂએ કહ્યુ…ભારે કિંમત ચુકવવી પડશે

ઈરાની મિસાઈલોએ ‘સોરોકા મેડિકલ સેન્ટર’ને નિશાન બનાવ્યું હતુ…જે ઈઝરાયલના દક્ષિણમાં સ્થિત મુખ્ય હોસ્પિટલ છે. હોસ્પિટલની વેબસાઇટ અનુસાર, હોસ્પિટલમાં 1,000 થી વધુ પથારી છે.. ઈઝરાયલના દક્ષિણના લગભગ 10 લાખ રહેવાસીઓને સેવા આપે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલના ઘણા ભાગોને નુકસાન થયું છે.ઘણા લોકોને નાની-મોટી ઇજાઓ સાથે ઇમરજન્સી રૂમમાં સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલ નવા દર્દીઓ માટે બંધ કરવામાં આવી છે. ફક્ત તે દર્દીઓને જ દાખલ કરવામાં આવી રહ્યા છે.. જેઓ જીવલેણ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા તે સ્પષ્ટ નથી.
PM નેતન્યાહૂએ કહ્યું- ભારે કિંમત ચૂકવવી પડશે
ઇરાન હવે ઈઝરાયલ પર મોટો વળતો હુમલો કરી રહ્યું છે. ઈરાન ઈઝરાયલ પર મોટો તેલ અવીવ અને બીરશેબા સહિત 4 શહેરો ઈરાનના નિશાના પર છે. ઈરાનની મિસાઈલ દક્ષિણ ઈઝરાયલના બીરશેબા શહેરમાં એક હોસ્પિટલ પર પડી છે.ઈરાને રામત ગાન અને હોલોન પર પણ હુમલો કર્યો છે.ઈરાનના મિસાઈલ હુમલામાં ઉંચી ઇમારતોને સૌથી વધુ નુકસાનનો સામનો કરવો પડયો..એવું કહેવામાં આવી રહ્યું છે કે તેલ અવીવના વિવિધ વિસ્તારોમાં 7 ઈરાની મિસાઈલ પડી છે. એવા પણ સમાચાર છે કે ઈરાને ઈઝરાયલના સ્ટોક એક્સચેન્જને પણ નિશાન બનાવ્યું છે..
ઈરાનના મિસાઈલ હુમલામાં કેટલા લોકો ઘાયલ થયા છે?
ગુરુવારે વહેલી સવારે દક્ષિણ ઈઝરાયલમાં મુખ્ય હોસ્પિટલ પર ઈરાની મિસાઈલ પડી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા અને “વ્યાપક નુકસાન” થયું. ઈઝરાયલી મીડિયાએ મિસાઈલ હુમલાને કારણે ક્ષતિગ્રસ્ત બારીઓ અને વિસ્તારમાંથી નીકળતા જાડા કાળા ધુમાડાના ફૂટેજ પ્રસારિત કર્યા. ઈરાને તેલ અવીવ અને મધ્ય ઈઝરાયલમાં અન્ય સ્થળોએ એક બહુમાળી એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર હુમલો કર્યો. ઈઝરાયલની ‘મેગેન ડેવિડ એડોમ’ બચાવ સેવા અનુસાર, આ હુમલાઓમાં ઓછામાં ઓછા 40 લોકો ઘાયલ થયા છે.
ઈરાનના પરમાણુ રિએક્ટર પર હુમલો
આ દરમિયાન, ઈઝરાયલે ઈરાનના અરાક ભારે પાણીના રિએક્ટર પર હુમલો કર્યો. ઈરાનના વિશાળ પરમાણુ કાર્યક્રમ પર આ હુમલો સંઘર્ષના 7મા દિવસે કરવામાં આવ્યો હતો. સાત દિવસ પહેલા, ઈઝરાયલે ઈરાનના લશ્કરી સ્થળો, વરિષ્ઠ અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવીને અચાનક હુમલા કર્યા, જેનાથી આ સંઘર્ષ શરૂ થયો. ઈરાને ઈઝરાયલ પર સેંકડો મિસાઈલો અને ડ્રોન છોડ્યા, પરંતુ તેમાંથી મોટા ભાગના ઈઝરાયલની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા..
- Advertisement -
- Advertisement -