36.9 C
Ahmedabad
Thursday, March 5, 2026

તમારું બેંક લોકર મુકાઈ જશે જોખમમાં ! જો તમે આ મહત્વપૂર્ણ કાર્ય નહીં કરો..


જો તમારી પાસે બેંકમાં લોકર છે.. અને તમે હજુ સુધી નવા લોકર કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.. તો સાવચેત રહો. લોકર કરાર પર હસ્તાક્ષર કરવાની RBI ની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે.. અને કાર્યવાહી કરતા ઘણી બેંકોએ આવા ગ્રાહકોના લોકર સીલ કરી દીધા છે. આવી સ્થિતિમાં જો તમે હજુ સુધી તમારા લોકર કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.. તો તરત જ કરો નહીંતર તમારા લોકરને સીલ કરવામાં આવશે.

ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશો હેઠળ, બધી બેંકો માટે ગ્રાહકો દ્વારા નવા સુધારેલા લોકર કરાર પર હસ્તાક્ષર કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2023 થી અમલમાં આવ્યો હતો.. અને ગ્રાહકોને તેનું પાલન કરવા માટે 31 ડિસેમ્બર, 2024 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

RBI એ બેંકોને લોકર ગ્રાહકોની સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે માનક કરારો અપનાવવા કહ્યું છે.જેમાં ગ્રાહકો અને બેંકો બંનેના અધિકારો અને જવાબદારીઓ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે…નવા કરારમાં બેંકની જવાબદારી મર્યાદિત રહેશે. ચોરી, આગ અથવા અકસ્માતના કિસ્સામાં બેંક અમુક હદ સુધી જવાબદાર રહેશે. ગ્રાહકે લોકરના યોગ્ય ઉપયોગ અને ભાડાની સમયસર ચુકવણીની શરતોનું પાલન કરવું પડશે. જો કોઈ ગ્રાહકે નિર્ધારિત સમય (31 ડિસેમ્બર 2024) સુધીમાં નવો કરાર કર્યો નથી.. તો બેંક લોકર સેવાઓ બંધ કરી શકે છે. આ પહેલા તમને રીમાઇન્ડર્સ અને નોટિસ પણ આપવામાં આવશે.. પરંતુ જો હજુ પણ બેદરકારી રાખવામાં આવશે… તો બેંક કાયદેસર રીતે તમારા લોકરનું સંચાલન કરવાનો ઇનકાર કરી શકે છે.

RBI એ કહ્યું હતું કે જે ગ્રાહકો સમયમર્યાદા પહેલાં કરાર રિન્યુ કરવામાં નિષ્ફળ જાય છે.. તેમને પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.. કારણ કે બેંકો લોકરની ઍક્સેસનો ઇનકાર કરી શકે છે.. અને પૂરક શુલ્ક વસૂલ કરી શકે છે. જાન્યુઆરી 2023 ના તેના પરિપત્રમાં, RBI એ કહ્યું હતું કે ગ્રાહકો માટે તેમના બેંક લોકરને ફ્રીઝ ન કરવા માટે 31 ડિસેમ્બર, 2023 ની સમયમર્યાદા પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે.

જે લોકો પાસે લોકર છે તેમણે આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ..

લોકરમાં રાખેલી વસ્તુઓની યાદી તમારી પાસે રાખો.

લોકર ફી સમયસર ચૂકવો.

સમયાંતરે તમારા લોકરને તપાસો…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -