સાયપ્રસના મહિલા સાંસદે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા..મોદીએ તેમને આશીર્વાદ આપ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે નિકોસિયા સેન્ટર પહોંચ્યા હતા…જયાં સાયપ્રસના એક સાંસદે મોદી પ્રત્યે આદર દર્શાવવા માટે પ્રધાનમંત્રીના ચરણ સ્પર્શ કર્યા હતા…તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે..નિકોસિયા કાઉન્સિલના સભ્ય મિકેલા કિથ્રોતી મ્લાપા પરંપરાગત રીતે પીએમ મોદીના પગ સ્પર્શ કરીને તેમનું સ્વાગત કરતા જોવા મળ્યા.. આ દરમિયાન વડાપ્રધાને ખૂબ જ નમ્રતાથી તેમનું અભિવાદન સ્વીકાર્યું હતુ.પીએમ મોદીએ મહિલા સાંસદના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા હતા..
સાયપ્રસના સાંસદનો પીએમ મોદી પ્રત્યેનો આ આદર ભારતના ઊંડા સાંસ્કૃતિક સંબંધોને પ્રતિબિંબિત કરે છે. આ ઐતિહાસિક કેન્દ્ર જૂના નિકોસિયાનો એક ભાગ છે. તે તેના કિલ્લાઓ, પરંપરાગત સ્થાપત્ય અને બજારો માટે પ્રખ્યાત છે. સાયપ્રસની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી સોમવારે G-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા જવા રવાના થયા હતા..આ દરમિયાન, તેમણે સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે વ્યાપક વાતચીત કરી હતી..બંને દેશો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી..નોંધનીય છે કે,વડાપ્રધાન મોદી ત્રણ દેશો સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની ચાર દિવસની મુલાકાતે છે.
વડાપ્રધાન મોદી કેનેડાની મુલાકાતે
કેનેડાના પીએમ માર્ક કાર્નીના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદી તેમના પ્રવાસના બીજા તબક્કાના ભાગ રૂપે રાત્રે કેલગરી પહોંચશે.. જ્યાં તેઓ કનાનાસ્કિસમાં G-7 સમિટમાં હાજરી આપશે. એક દાયકામાં મોદીની આ પહેલી કેનેડા મુલાકાત છે.વડાપ્રધા મોદી સતત છઠ્ઠી વખત G-7 સમિટમાં હાજરી આપવા માટે 16-17 જૂને કનાનાસ્કિસ કોન્ફરન્સમાં હાજરી આપી રહ્યા છે. રવિવારે, ખાસ ઉષ્માભર્યું પ્રદર્શન કરતા, સાયપ્રસના રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલિડ્સે લાર્નાકા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું આગમન થતાં સ્વાગત કર્યું હતુ…બે દાયકાથી વધુ સમયમાં સાયપ્રસની મુલાકાત લેનારા મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. મોદીની આ મુલાકાત દરમિયાન તેમને સાયપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ III’ એનાયત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
- Advertisement -