ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી..મેઘરાજા કરશે તોફાની બેટિંગ

ગુજરાતમાં મેઘરજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે…આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.સૌરાષ્ટ્રમાં સિસ્ટમ વધુ સક્રિય બની છે…સુરેન્દ્રનગર અને અમરેલીના વિસ્તારમાં વધુ વરસાદ પડે તેવી આગાહી છે…સાથો સાથ સુરત,,ભરૂચ સહિતના જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે…કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે..36 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.
ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઇ છે.સાબરકાંઠા,,મહેસાણા,,પાટણ,,બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે..
સુરેન્દ્રનગરમાં નાયકા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ..જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે..ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે..બોટાદ અને ગઢડામાં ભારે વરસાદને પગલે કેટલાક રસ્તાઓ બંધ થઇ ગયા છે…કોઝવે પણ ઓવરફલો થયા છે…નદી નાળા પાણીથી છલોછલ થઇ ગયા છે..
રાજયમાં વરસાદને પગલે ગાંધીનગરમાં મહત્વની એક બેઠક પણ મળી હતી..જેમાં જુદા જુદા જિલ્લાઓમાં રાહત..બચાવ કાર્ય અંગે સહિતની કેટલીક મહત્વની બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
- Advertisement -
- Advertisement -