પુણે : ઇંન્દ્રાયણી નદી પર પુલ તૂટી પડતાં 6 લોકોના મોત, 32 ઘાયલ; મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે કેટલાક લોકો તણાઈ ગયા..
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. પિંપરી-ચિંચવડ પોલીસ સ્ટેશન હેઠળના કુંડમાલા ગામ નજીક ઈન્દ્રાયાણી નદી પરનો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.. જ્યારે અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી આપતાં પિંપરી-ચિંચવડ પોલીસે જણાવ્યું છે કે અકસ્માતમાં પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા
ઈન્દ્રાયણી નદી પર પુલ તૂટી પડવા અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘માવલમાં પુલ તૂટી પડવાની ઘટના બની છે. મેં વિભાગીય કમિશનર, તહસીલદાર અને પોલીસ કમિશનર સાથે વાત કરી છે. કેટલાક લોકો ઘાયલ થયા છે.. જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કેટલાક લોકો પણ ફસાયેલા છે. NDRF ટીમ ત્યાં પહોંચી રહી છે…હું સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી જ આ અંગે માહિતી આપીશ.
હાલમાં વહીવટીતંત્ર લોકોને રાહત પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા – બચાવ ટીમ. બચાવ કામગીરીના એક સભ્યએ જણાવ્યું હતું કે, ‘બચાવ કામગીરી ચાલુ છે. કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અમને ખાતરી નથી.. પરંતુ કદાચ 20-25 લોકો તૂટી પડેલા પુલના કાટમાળમાં ફસાયેલા હશે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પિકનિકર્સની ભારે ભીડ છે. લોખંડનો પુલ તૂટી પડ્યો છે. આ કેસમાં, તલેગાંવ દાભાડે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક માહિતી અનુસાર, ઇન્દ્રાયણી નદી પર બનેલા લોખંડના પુલના ધસી પડવાથી એક વ્યક્તિ તણાઈ ગયો હોવાની આશંકા છે.’ તમને જણાવી દઈએ કે, ઇન્દ્રાયણી નદી પર બનેલા પુલના બે ભાગ છે.. એક સિમેન્ટનો ભાગ અને બીજો લોખંડનો ભાગ છે.. જે તૂટી પડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
- Advertisement -
- Advertisement -