ગૌરીકુંડમાં મોટો અકસ્માત, કેદારનાથ ધામથી આવી રહેલુ હેલિકોપ્ટર ક્રેશ થયું..5 લોકોના મોત
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના ગૌરીકુંડ વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો…આજે વહેલી સવારે કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થતાં હેલિકોપ્ટરમાં સવાર કુલ પાંચ લોકોનાં મોત થયાં હતા.NDRF અને SDRF ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
માહિતી મુજબ, રવિવારે સવારે આર્યન કંપનીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ.. આ અકસ્માત ગૌરીકુંડ વિસ્તારમાં થયો હતો. આ ઘટના સવારે 5.30 વાગ્યે બની હોવાનું કહેવાય છે. ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું કહેવાય છે.
હેલિકોપ્ટર નોડલ ઓફિસર રાહુલ ચૌબે અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે હેલિકોપ્ટર ક્રેશની પુષ્ટિ કરી છે. ગૌરીકુંડ ઉપર ઘાસ કાપતી નેપાળી મૂળની મહિલાઓએ હેલિકોપ્ટર ક્રેશની જાણ કરી હતી.
મૃતકો ખરાબ રીતે બળી ગયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં એક છોકરી પણ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે,, હેલિકોપ્ટર ગૌરી માઈ ખાર્ક ઉપરના જંગલમાં પડી ગયું. SDRF ટીમ હવે ઘટનાસ્થળે પહોંચી હતી…હેલિકોપ્ટર અકસ્માતમાં BKTC કર્મચારી વિક્રમ સિંહ રાવત પણ સામેલ હતા.
- Advertisement -
- Advertisement -