અમદાવાદ : વિમાન દૂર્ઘટનામાં 297 લોકોનાં મોતની આશંકા,,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળની લીધી મુલાકાત

અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું.આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું.. જયારે 1.40 વાગ્યે દૂર્ઘટના સર્જાઈ હતી. મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી.અહેવાલો પ્રમાણે ટેક ઑફ કરતી વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે,, ‘ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે. વિમાનમાં કુલ દેશ-વિદેશના 230 મુસાફરો, 12 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જેમાંથી એક મુસાફર જીવિત બચ્યા હોવાના સમાચાર મળ્યા છે..હું તેમને મળીને આવ્યો છુ..મૃત્યુના આંકડા DNA પરીક્ષણ બાદ સત્તાવાર રીતે જાહેર કરાશે. દૂર્ઘટના બાદ ગુજરાત અને ભારત સરકારના તમામ વિભાગોએ રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતુ…પરંતુ ગરમી અને વિમાનમાં સવા લાખ લીટર ઈંધણ હોવાથી બચવાનો મોકો ન મળ્યો..
આ દૂર્ઘટના બાદ ટાટા ગ્રુપ દ્વારા મૃતકોના પરિજનો માટે એક -એક કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવાની જાહેરાત કરી હતી.. જયારે ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ ટાટા ગ્રુપ ઉઠાવશે..સાથો સાથ B.J.મેડિકલની નવી હોસ્ટેલ બનાવવામાં પણ મદદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી..આ ઉપરાંત ઝાયડસ હોસ્પિટલ દ્વારા પણ ઇજાગ્રસ્તોની વિનામૂલ્યે સારવાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી…
- Advertisement -
- Advertisement -