અમદાવાદ : વિમાન દૂર્ઘટનામાં એક મુસાફર બચી ગયો હોવાના અહેવાલ..હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા : વિશ્વાસકુમાર

અમદાવાદમાં વિમાન દૂર્ઘટનામાં એક મુસાફર બચી ગયો હોવાના અહેવાલ છે..અમદાવાદના પોલીસ કમિશનરે કહ્યું કે સીટ 11-A પર એક જીવિત વ્યક્તિ મળી આવ્યો હતો. તે વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.. એક અહેવાલ પ્રમાણે 40 વર્ષીય બચી ગયેલા વિશ્વાસ કુમાર કહ્યું કે, ટેકઓફ કર્યાના 30 સેકન્ડ બાદ એક જોરદાર અવાજ આવ્યો હતો.. અને બાદમાં વિમાન ક્રેશ થઇ ગયું હતુ…આ બધું ખૂબ જ ઝડપથી થઇ ગયું હતુ…
જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા પડયા હતા…હું ડરી ગયો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. મારી આસપાસ વિમાનના ટુકડા વિખરાયેલા હતા. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા હતા..
વિશ્વાસકુમાર બ્રિટિશ નાગરીક છે..જે થોડા દિવસ અગાઉ પોતાના પરિવારને મળવા માટે ભારત આવ્યો હતો..વિશ્વાસકુમાર પોતાના ભાઇ અજય કુમાર સાથે બ્રિટન પાછો ફરી રહ્યો હતો…વિશ્વાસે કહ્યું કે, તે વીસેક વર્ષથી લંડનમાં રહે છે..તેની પત્ની અને બાળકો પણ લંડનમાં રહે છે..
- Advertisement -
- Advertisement -