પ્રેમિકાએ કરી આત્મહત્યા..દારૂના નશામાં રહેલા પ્રેમીએ સળગતી ચિતા પર કૂદવાનો આગ્રહ કર્યો, લોકોએ માર માર્યો..

મહારાષ્ટ્રના નાગપુરમાં શાંતિ ઘાટ પર હોબાળો મચી ગયો..જ્યારે એક નશામાં ધૂત યુવકે તેની પ્રેમિકાની સળગતી ચિતા પર કૂદવાનો પ્રયાસ કર્યો. પ્રેમિકાએ કથિત રીતે આત્મહત્યા કરી હતી. ન્યૂ કમ્પટી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સાંજે 4 વાગ્યે કાન્હાન નદીના કિનારે શાંતિ ઘાટ પર બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, 27 વર્ષીય અનુરાગ રાજેન્દ્ર મેશ્રામ નશામાં હતો. તે તેની 19 વર્ષીય પ્રેમિકાની ચિતા પર કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો.અંતિમ સંસ્કારમાં સામેલ લોકોએ તેને ચિતામાં પડતા અટકાવ્યો હતો…
રાજેન્દ્રની હરકતોથી કંટાળીને, ગુસ્સે ભરાયેલા લોકોએ તેને ખૂબ માર માર્યો હતો. જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી…પોલીસે જણાવ્યું કે,,પ્રેમિકાએ પ્રેમ સંબંધમાં તણાવને કારણે આત્મહત્યા કરી હતી. તેનો બોયફ્રેન્ડ આ અંગે ખૂબ જ તણાવમાં હતો.પોલીસનું કહેવું છે કે,, સમગ્ર કેસમાં તપાસ ચાલી રહી છે..પરિવારના સભ્યોની આ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
- Advertisement -
- Advertisement -