26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

ગુજરાતમા ગાજવીજ સાથે વરસાદની આગાહી..


ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 15 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે 10 થી 12 જૂન દરમિયાન નવસારી,તાપી,ડાંગ,વલસાડ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હતી…

રાજ્યમાં ત્રણ દિવસ બાદ 19થી વધુ જિલ્લામાં વરસાદની આગાહી છે. જેમાં 13 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે.

જ્યારે 14 અને 15 જૂનના રોજ રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટછવાયા સ્થળોએ ગાજવીજ સાથે તેમજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે.

ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે…જેની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે…


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -