24.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

બિહારમાં છોકરીઓની ઘટતી સંખ્યા સમાજના પાયાને હચમચાવી રહી છે…પ્રિયંકા ગાંધીએ બિહારની “ડબલ એન્જિન સરકાર” પર સાધ્યું નિશાન.


બિહારની ભૂમિ પર એક ગંભીર સંકટ આવી રહ્યું છે..જે સભ્યતા અને સમાજના પાયાને હચમચાવી નાખશે. ભારતના રજિસ્ટ્રાર જનરલની કચેરી દ્વારા જાહેર કરાયેલા નાગરિક નોંધણી પ્રણાલીના મહત્વપૂર્ણ આંકડા અહેવાલ, 2022 ના આંકડા હૃદયદ્રાવક છે. આ આંકડા દર્શાવે છે કે,, બિહારમાં દર 1,000 છોકરાઓ દીઠ માત્ર 891 છોકરીઓ જન્મી રહી છે…જે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી ઓછો લિંગ ગુણોત્તર છે. આ આંકડો માત્ર ચિંતાજનક નથી.. પરંતુ સામાજિક અસંતુલન તરફ પણ નિર્દેશ કરે છે.. જેના લાંબા ગાળાના પરિણામો ભયંકર હોઈ શકે છે.

આ માત્ર એક વર્ષનો આંકડો નથી..પરંતુ એક દુ:ખદ વલણનો સંકેત આપે છે. વર્ષ 2020માં જ્યારે રાજ્ય માટે આ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.. ત્યારે આ ગુણોત્તર 964 હતો.વર્ષ 2021 માં તે ઘટીને 908 થયો અને 2022 માં તે વધુ નીચે આવીને 891 પર સ્થિર થયો. આ સતત ઘટાડો લિંગ ભેદભાવની લાગણી દર્શાવે છે.. જે બિહારના સામાજિક માળખામાં ઊંડે સુધી ઘૂસી ગઈ છે.. જ્યાં દીકરીઓના જન્મને હજુ પણ સંપૂર્ણ સ્વીકાર્યતા મળતી નથી.

આ ગંભીર પરિસ્થિતિ પર રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની ચિંતા વ્યક્ત કરીને પ્રશ્ન ઉઠાવ્યો..”શું થઈ રહ્યું છે કે જન્મેલા બાળકોમાં દીકરીઓની સંખ્યા સતત ઘટી રહી છે?” તેમણે બિહારની “ડબલ એન્જિન સરકાર” પર નિશાન સાધ્યું છે..એક તરફ, મહિલાઓ પર સતત ક્રૂરતા અને બીજી તરફ, લિંગ ગુણોત્તરના સંદર્ભમાં દેશમાં સૌથી ખરાબ પરિસ્થિતિ એ સંકેત આપે છે કે, બિહારનું ડબલ એન્જિન મહિલાઓ માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે.” તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે.. જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે.. અને રાજકીય પક્ષો સક્રિય રીતે મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં, બિહારના 7.64 કરોડ મતદારોમાંથી 47.6 ટક3 મહિલાઓ હતી..તેમનું મતદાન 50.4 ટકા હતું.. જે મહિલા મતદારોના મહત્વને રેખાંકિત કરે છે.

રાષ્ટ્રીય સરખામણી

જ્યારે અહેવાલ કુલ નોંધાયેલા જન્મોમાં વધારો (2021 માં 242 લાખથી 2022માં 254.4 લાખ અને નોંધાયેલા મૃત્યુમાં ઘટાડો (2021 માં 102.2 લાખથી 2022 માં 86.5 લાખ દર્શાવે છે… ત્યારે બિહારનો ઘટતો લિંગ ગુણોત્તર એક માત્ર પરંતુ નોંધપાત્ર અપવાદ છે. 2013થી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં નોંધાયેલા જન્મોમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.. જ્યારે તમિલનાડુ, કેરળ, હિમાચલપ્રદેશ, પંજાબ અને દિલ્હી જેવા રાજ્યોમાં વધઘટ સાથે ઘટાડો જોવા મળ્યો છે. આ રાષ્ટ્રીય પરિદૃશ્યમાં, બિહારની સ્થિતિ વધુ ચિંતાજનક લાગે છે.

આ આંકડા માત્ર એક સંખ્યા નથી.. પરંતુ સમાજના અંતરાત્માનો અરીસો છે. આ દર્શાવે છે કે દીકરીઓ પ્રત્યે આપણા વિચારોમાં હજુ પણ ક્યાંક ઊંડો પૂર્વગ્રહ છુપાયેલો છે. સમાજ, વહીવટ અને રાજકીય પક્ષો સાથે મળીને આ ગંભીર મુદ્દા પર વિચાર કરે અને નક્કર પગલાં લે, જેથી બિહારની દીકરીઓ પણ આ ધરતી પર સન્માન અને સમાનતા સાથે જન્મી શકે અને ખીલી શકે. આ ફક્ત લિંગ અસંતુલનનો પ્રશ્ન નથી.. પરંતુ એક સભ્ય અને સમૃદ્ધ સમાજ બનાવવાનો પડકાર છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -