ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,,,ચેકિંગ શરૂ

ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ…હાઇકોર્ટના રજિસ્ટરના મેઇલ આઇડી પર મેઇલ આવ્યો હતો…પોલીસે મામલાની ગંભીરતા જોઇને સોલા પોલીસે ડોગ સ્કવોડ દ્વારા તપાસ શરૂ કરી હતી..હાઇકોર્ટના તમામ ગેટ પણ તરત જ બંધ કરી દેવામાં આવ્યા હતા..
પોલીસ તપાસમાં કોઇ વિસ્ફોટક વસ્તુ મળી ન હોતી..પરંતુ હાઇકોર્ટમાં ઉચ્ચસ્તરની સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી..
જો કે સાવચેતીના ભાગરૂપે હાઇકોર્ટ પરિસરમાં પ્રવેશતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી…જયારે મુલાકાતીઓ માટે અસ્થાયી રૂપે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો..અમદાવાદ પોલીસ તેમજ ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા..
- Advertisement -
- Advertisement -