વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC IRINA આજે વિઝિંજામ બંદરથી રવાના થશે..

વિશ્વનું સૌથી મોટું કન્ટેનર જહાજ MSC IRINA કેરળના તિરુવનંતપુરમ જિલ્લામાં વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર પહોંચતાની સાથે જ બર્થિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અદાણી ગ્રુપ આ બંદરનું સંચાલન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મહિને 2 મેના રોજ વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરનું ઉદ્ઘાટન કર્યું હતું.
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોને રવિવારે જણાવ્યું કે, MSC ઇરિના સોમવારે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરથી તેની પ્રથમ સફર શરૂ કરશે. APSEZ એ વધુમાં જણાવ્યું કે, દક્ષિણ એશિયાઈ બંદરની આ જહાજની પ્રથમ મુલાકાત હશે.
APSEZ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “TEU (ટ્વેન્ટી-ફૂટ ઇક્વિવેલેન્ટ યુનિટ) ક્ષમતા દ્વારા વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજ તરીકે ઓળખાતા MSC IRINA સોમવારે સવારે વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદર પર ડોક કરવા માટે તૈયાર છે…મંગળવાર સુધીમાં બર્થિંગ કરવામાં આવશે.” આ વિશાળ જહાજની લંબાઈ 399.9 મીટર છે.. જ્યારે પહોળાઈ 61.3 મીટર છે. આ જહાજ ફૂટબોલ મેદાન કરતા લગભગ 4 ગણું લાંબુ છે… જે FIFA દ્વારા નક્કી કરાયેલો માનક છે. MSC IRINA 2 વર્ષ પહેલા માર્ચ 2023 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.. તેજ વર્ષે એપ્રિલમાં તેની પ્રથમ સફર શરૂ થઈ હતી.
વડાપ્રધાન મોદીએ ગત મહિને 2 મેએ લગભગ 8,900 કરોડ રૂપિયાના ખર્ચે ‘વિઝિંજામ ઇન્ટરનેશનલ ડીપવોટર મલ્ટીપર્પઝ સી પોર્ટ’નું ઉદ્ઘાટન કર્યું હતું.આ દેશનું પ્રથમ સમર્પિત કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે. ભારતના દરિયાઈ ક્ષેત્રની દ્રષ્ટિએ તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતું હતું. આ બંદરને કારણે વૈશ્વિક દરિયાઈ નકશા પર કેરળનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ બનશે.આ બંદર તિરુવનંતપુરમ જિલ્લામાં બનાવવામાં આવ્યું છે. આનાથી આંતરરાષ્ટ્રીય વેપાર અને શિપિંગમાં ભારતની ભૂમિકામાં નોંધપાત્ર ફેરફાર થશે.
- Advertisement -
- Advertisement -