28.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

અક્ષય કુમારને સૌથી મોટી ઓપનિંગ મળી, ‘હાઉસફુલ 5’ એ કરી આટલી કમાણી..


અક્ષયકુમારે તેની તાજેતરની કિલર-કોમેડી ‘હાઉસફુલ 5’ સાથે ભારતીય બોક્સ ઓફિસ પર ચોથું સૌથી મોટું ઓપનર આપ્યું છે…આ ફિલ્મે 24 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું..આ કોઈપણ ફિલ્મ માટે સારું કલેક્શન માનવામાં આવે છે. આ ફિલ્મ કમાણીમાં ‘મિશન મંગલ’, ‘સૂર્યવંશી’ અને ‘ગોલ્ડ’ થી થોડું પાછળ છે..અક્ષયકુમારની આ બધી ફિલ્મો ટોચની 3 ઓપનરમાં છે..જ્યારે ‘હાઉસફુલ 5’ આ યાદીમાં ચોથા સ્થાને છે.અક્ષય કુમારની મલ્ટી-સ્ટારર ફિલ્મ ‘હાઉસફુલ 5’ નું બીજા દિવસનું કલેક્શન પણ બહાર આવ્યું છે. ‘હાઉસફુલ 5’ એ બીજા દિવસે આટલા કરોડ રૂપિયાની કમાણી કરી

અક્ષયકુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, સંજય દત્ત, જેકી શ્રોફ, નાના પાટેકર, જેકલીન ફર્નાન્ડીઝ, સોનમ બાજવા અને નરગીસ ફખરી અભિનીત ફિલ્મે પહેલા દિવસે 24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી..બીજા દિવસે એટલે કે શનિવારે તેમાં થોડો વધારો થયો હતો. 7 જૂને ઈદ નિમિત્તે કેટલીક જગ્યાએ રજા હતી.. જેના કારણે દર્શકોની સંખ્યામાં વધારો થયો…ફિલ્મે બીજા દિવસે બપોરના શો સુધી 14.48 કરોડ રૂપિયાની કમાણી કરી..શનિવાર બપોર સુધી ફિલ્મનું કુલ કલેક્શન હવે 38.48 કરોડ રૂપિયા હતુ.

અક્ષયકુમારની ફિલ્મ ‘હાઉસફુલ 5’ બે વર્ઝન ‘A’ અને ‘B’ થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ વખતે નિર્માતાઓએ તેમની ફિલ્મના બે ક્લાઈમેક્સ બનાવ્યા છે. કોમેડી સાથે આ ફિલ્મમાં મર્ડર મિસ્ટ્રી પણ જોવા મળશે.અગાઉ, ‘હાઉસફુલ 4’ એ પહેલા દિવસે 19.08 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.જ્યાં ‘હાઉસફુલ 3′ એ 15.23 કરોડ રૂપિયાની કમાણી કરી હતી..’હાઉસફુલ 2′ એ 12.19 કરોડ રૂપિયાની કમાણી કરી હતી..’હાઉસફુલ 1′ એ 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કેસરી 2’ પછી, અભિનેતા હવે તેની નવી ફિલ્મ માટે સમાચારમાં છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -