28.4 C
Ahmedabad
Thursday, March 5, 2026

ગુજરાત માટે ગોઝારો દિવસ : સુરેન્દ્રનગરમાં 3 અને અમરેલીમાં ગંભીર અકસ્માતમાં 2 લોકોનાં મોત…


સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા પોલીસે રવિવારે જણાવ્યું કે, મૃત્યુ પામેલાઓમાં ત્રણ યુવાનોનો સમાવેશ થાય છે.. જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા છે.

શનિવારે મધ્યરાત્રિએ સુરેન્દ્રનગર-દ્રાંગધ્રા રોડ પર દૂધરાજ રેલ્વે ક્રોસિંગ પાસે એક મોટરસાઇકલ ટ્રક સાથે અથડાતા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ દિવ્યાંશ પરમાર (18), ઇમરાન મોવર (16) અને અફઝલ સિપાઈ (22) તરીકે થઈ છે. ત્રણેય સુરેન્દ્રનગર શહેરના રહેવાસી હતા.

ડિવિઝનલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.એમ. સંગાડાના જણાવ્યા અનુસાર, ત્રણેય યુવાનો બાઇક પર શહેરમાં પરત ફરી રહ્યા હતા.. ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાયા હતા.ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા.. ટ્રક ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે..તેની સામે કેસ નોંધવામાં આવશે.

બીજા એક અકસ્માતમાં, શનિવારે રાત્રે અમરેલી જિલ્લાના સાવરકુંડલા-મહુવા રોડ પર એક ઝડપી કારે બે મોટરસાયકલને ટક્કર મારી, જેમાં એક મહિલા અને 14 વર્ષના છોકરાનું મોત થયું..પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા.સાવરકુંડલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સી.એન. કુગાસિયાએ જણાવ્યું કે, શનિવારે રાત્રે પરિવારના પાંચ સભ્યો સાવરકુંડલા શહેરની બહાર એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા અને પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે કોઈ કારણોસર તેઓ સાવરકુંડલા-મહુવા રોડ પર ખોટી બાજુ બાઇક ચલાવી રહ્યા હતા ત્યારે ઝડપી કારે તેમને ટક્કર મારી હતી..જેમાં 58 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 14 વર્ષના છોકરાનું અમરેલીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું..મૃતકોની ઓળખ વનિતા જોશી (58) અને જય જોશી (14) તરીકે થઈ છે. પરિવારના અન્ય ત્રણ ઘાયલ સભ્યો સારવાર હેઠળ છે. કાર ચાલક વાહન છોડીને ભાગી ગયો હતો…પોલીસે બંને કેસની તપાસ શરૂ કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -