26.2 C
Ahmedabad
Thursday, March 5, 2026

પાલનપુર : કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત…સ્યુસાઇડ નોટમાં અધિકારીઓ પર માનસિક ત્રાસનો લગાવ્યો આરોપ…


બનાસકાંઠાના પાલનપુરમાં વિંદલરાજ ચૌહાણ નામના પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતુ..પોલીસ કોન્સ્ટેબલે પોતાના ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો..કોન્સ્ટેબલે આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી..જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવાની વાતનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે…SP વિકાસ સુડા અને PI બી.પી.ખરાડી સામે આક્ષેપ કર્યો છે. આ સાથે નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કરવામાં આવ્યાં છે…પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે.

વિંદલરાજ ચૌહાણ નામના મૃતક પોલીસ કોન્સ્ટેબલ સામે કચ્છમાં પ્રોહિબિશનનો કેસ નોંધાયેલો છે..પોલીસ કોન્સ્ટેબલ વિદલરાજ ચૌહાણના મૃતદેહને પાલનપુરની સિવિલ હૉસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

પોલીસ કોન્સ્ટેબલ ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતો હતો.જો કે પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ.ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા  હતા.. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -