26.9 C
Ahmedabad
Monday, March 2, 2026

P&Gમાં 7000 કર્મચારીઓ નોકરી ગુમાવશે


વિશ્વની અગ્રણી ગ્રાહક માલ કંપનીઓમાંની એક પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) એક મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે,, તે આવનારા 2 વર્ષમાં તેના નોન-મેન્યુફેક્ચરિંગ વિભાગોમાંથી લગભગ 7,000 નોકરીઓ કાઢશે.આ ઘટાડો P&G ના વૈશ્વિક કર્મચારીઓની કુલ સંખ્યાના લગભગ 15 ટકા છે. આ સમાચાર બાદ કંપનીના કર્મચારીઓમાં તણાવનું વાતાવરણ છે.

કંપનીએ સ્પષ્ટતા કરી છે કે,, આ પગલું ખર્ચ ઘટાડવા માટે નહીં, પરંતુ વધુ સારી કાર્ય રચના અને નાની પરંતુ વ્યાપક ભૂમિકા ભજવતી ટીમો બનાવવા માટે લેવામાં આવી રહ્યું છે. આ ફેરફાર P&G ના નોન-કોર રિસ્ટ્રક્ચરિંગ પ્રોગ્રામનો એક ભાગ છે… જે કંપનીને વધુ કેન્દ્રિત બનાવવા માંગે છે.

એક અહેવાલ મુજબ, P&G એ પણ સંકેત આપ્યો છે કે,, તે કેટલાક બજારોમાં તેની નાની બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ કેટેગરીમાંથી બહાર નીકળી જશે. જોકે કંપનીએ હજુ સુધી કહ્યું નથી કે,, કંઈ બ્રાન્ડ્સ બંધ થશે… પરંતુ ભૂતકાળને જોતા સંકેતો મળી રહ્યા છે. ગત વર્ષે કંપનીએ ચીનમાં વિડાલ સાસૂન બ્રાન્ડથી અને તાજેતરના વર્ષોમાં યુરોપ અને લેટિન અમેરિકામાં ઘણી નાની બ્રાન્ડ્સથી પોતાને દૂર રાખ્યા હતા.

કંપનીના કહ્યા મુજબ વૈશ્વિક મંદી, ગ્રાહક અનિશ્ચિતતા અને ભૂ-રાજકીય પરિસ્થિતિઓએ વેચાણને અસર કરી છે. એપ્રિલમાં કંપનીએ તેના ત્રિમાસિક અહેવાલમાં એમ પણ કહ્યું કે,, તે કેટલાક ઉત્પાદનોના ભાવમાં વધારો કરી શકે છે…જયારે ફોર્મ્યુલેશન બદલવા જેવા વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -