‘ટ્રમ્પ પ્રશાસન ઇચ્છે છે કે મહિલાઓ ગર્ભપાત કરાવવા કરતાં ઇમરજન્સી રૂમમાં મૃત્યુ પામે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના વહીવટીતંત્રે કહ્યું છે કે, તે દેશની હોસ્પિટલોને કટોકટીમાં મહિલાઓને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતી માર્ગદર્શિકા પાછી ખેંચી લેશે. આ માર્ગદર્શિકા 2022 માં હોસ્પિટલોને જારી કરવામાં આવી હતી.. જ્યારે યુએસ સુપ્રીમ કોર્ટે અમેરિકામાં રાષ્ટ્રીય ગર્ભપાત અધિકારો નાબૂદ કર્યા હતા.
આ માર્ગદર્શિકા ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્ર દ્વારા ગંભીર કિસ્સાઓમાં ગર્ભપાતને મંજૂરી આપવા માટે જારી કરવામાં આવી હતી.. જ્યાં મહિલાઓને તબીબી કટોકટીથી બચાવવા માટે જરૂરી હોય. ટ્રમ્પ વહીવટીતંત્રે મંગળવારે કહ્યું કે, તે હવે બિડેન સરકારની આ નીતિને લાગુ કરશે નહીં.
આ જાહેરાત બાદ કેટલાક ડોકટરો અને ગર્ભપાત અધિકાર સમર્થકોએ ચિંતા વ્યક્ત કરી છે…ચિંતા એ છે કે,, જે રાજ્યોમાં આ પ્રતિબંધ કડક રીતે લાગુ કરવામાં આવશે..ત્યાં મહિલાઓ હવે કટોકટીમાં ગર્ભપાત કરાવી શકશે નહીં..સેન્ટર ફોર રિપ્રોડક્ટિવ રાઇટ્સના પ્રમુખ અને સીઈઓ નેન્સી નોર્થઅપે એક નિવેદનમાં જણાવ્યું કે, “ટ્રમ્પ પ્રશાસન ઇચ્છે છે કે,, મહિલાઓ જીવન બચાવનાર ગર્ભપાત કરાવવાને બદલે ઇમરજન્સી રૂમમાં મૃત્યુ પામે.” બીજી બાજુ, ગર્ભપાત વિરોધી સંગઠનોએ ટ્રમ્પ વહીવટને ટેકો આપ્યો છે.. SBA પ્રો લાઇફ અમેરિકાના પ્રમુખ માર્જોરી ડેનેનફેલ્સરે જણાવ્યું કે, બિડેન વહીવટીતંત્ર આ કાયદાનો ઉપયોગ એવા રાજ્યોમાં ગર્ભપાત વધારવા માટે કરી રહ્યું છે.. જ્યાં તે પ્રતિબંધિત છે.
- Advertisement -
- Advertisement -