23.3 C
Ahmedabad
Tuesday, March 3, 2026

IPL FINAL: RCBએ પંજાબ કિંગ્સને હરાવીને પહેલી વાર ટ્રોફી જીતી, 17 વર્ષ બાદ IPL ચેમ્પિયન બન્યું


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને RCB વચ્ચે રમાઈ હતી.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 17 વર્ષનો ઇંતેજાર પૂરો થયો. ફાઇનલ મેચમાં RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું હતુ…આ મેચમાં ટોસ જીતીને પંજાબની ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો..પહેલા બેટિંગ કરતા RCB એ 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા. કોહલીના બેટમાંથી 43 રન આવ્યા. અર્શદીપ અને જેમિસને 3-3 વિકેટ લીધી હતી..

RCB બન્યું ચેમ્પિયન

પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી. પ્રિયાંશ આર્ય અને ‘ઇમ્પેક્ટ સબ’ પ્રભસિમરન સિંહે મળીને 5 ઓવરમાં 43 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી જોશ હેઝલવુડે તોડી, જેમણે પ્રિયાંશ આર્યને ફિલ સોલ્ટ દ્વારા કેચ કરાવ્યો. પ્રિયાંશે 24 રન બનાવ્યા. જોશ ઇંગ્લિશ અને પ્રભસિમરન વચ્ચે સારી ભાગીદારી થઈ. પરંતુ 9મી ઓવરમાં પ્રભસિમરન આઉટ થયો હતો.. કૃણાલ પંડ્યાએ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો..પ્રભસિમરનના બેટમાંથી 26 રન નીકળ્યા હતા. 9મી ઓવરમાં, કેપ્ટન શ્રેયસ ઐયર કંઈ ખાસ કરી શક્યો નહીં અને ફક્ત 1 રન બનાવીને શેફર્ડનો શિકાર બન્યો.

પંજાબ માટે આ એક મોટો ઝટકો હતો.. બધી જવાબદારી જોશ ઇંગ્લિશ અને નેહલ વાઢેરા પર આવી. પરંતુ 13મી ઓવરમાં, કૃણાલ પંડ્યાએ જોશ ઇંગ્લિશની વિકેટ લીધી અને આરસીબીને પાછી લાવી. ઇંગ્લિશના બેટમાંથી ફક્ત 39  રન નીકળ્યા. નેહલ વાઢેરા અને શશાંક સિંહ વચ્ચે સારી ભાગીદારી થઈ. પરંતુ 17મી ઓવરમાં, ભુવનેશ્વર કુમારે નેહલ વાઢેરાને આઉટ કર્યો હતો..

નેહલના બેટમાંથી 15 રન નીકળ્યા. ભુવીએ તે જ ઓવરમાં સ્ટોઇનિસને પણ આઉટ કર્યો અને પંજાબને છઠ્ઠો ઝટકો આપ્યો.. ઉમરઝાઈ પણ આગામી ઓવરમાં આઉટ થઈ ગયો. પંજાબને છેલ્લી ઓવરમાં જીતવા માટે 29 રનની જરૂર હતી. પરંતુ પંજાબ તેનો પીછો કરી શક્યું નહીં.. અને 17 વર્ષની લાંબી રાહ જોયા બાદ RCB ટીમ IPL ચેમ્પિયન બની હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -