માફી ન માંગવા બદલ કમલ હાસન ફસાયા; હાઈકોર્ટે આપી ફટકાર, ‘ઠગ લાઈફ’ કર્ણાટકમાં રિલીઝ નહીં થાય

કન્નડ ભાષા પર કમલ હાસનના નિવેદન પર હવે મામલો વધુ ખરાબ થઈ રહ્યો છે. પોતાના નિવેદન માટે માફી ન માંગવી કમલ હાસન માટે મોંઘી સાબિત થઈ છે. જેનો માર તેમની આગામી ફિલ્મ ‘ઠગ લાઈફ’ને ભોગવવો પડી રહ્યો છે. ફિલ્મ ‘ઠગ લાઈફ’ હાલ 5 જૂને કર્ણાટકમાં રિલીઝ થશે નહીં. હાઈકોર્ટે આગામી સુનાવણી સુધી કર્ણાટકમાં ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો છે.
કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, કન્નડ ભાષા પર કમલ હાસનના નિવેદનથી રાજ્યમાં અશાંતિ ફેલાઈ છે. કર્ણાટકમાં ફિલ્મ ‘ઠગ લાઈફ’ની રિલીઝ માટે સુરક્ષા માંગતી અભિનેતાની રિટ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી અને સુનાવણી 10 જૂન સુધી મુલતવી રાખી.હવે આ ફિલ્મ 10 જૂન સુધી કર્ણાટકમાં રિલીઝ થશે નહીં. આ ફિલ્મ પહેલા 5 જૂને રિલીઝ થવાની હતી.
કમલ હાસને માફી માંગવાનો ઇન્કાર કર્યો
એક અહેવાલ મુજબ, કમલ હાસન કર્ણાટકમાં ‘ઠગ લાઈફ’ની રિલીઝ રોકવા માટે સંમત થયા હતા. કમલ હાસનની ટિપ્પણી પર કન્નડ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યા બાદ હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે. પોતાના નિવેદન માટે માફી માંગવાનો ઇનકાર કરતા, અભિનેતાએ કહ્યું કે તેમના મનમાં કોઈ દ્વેષ નથી.. અને ન તો તેમણે કોઈ દ્વેષથી તે ટિપ્પણી કરી છે. કમલ હાસને ફિલ્મ ચેમ્બર સાથે વાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો..
કમલ હાસનની દલીલ, નિવેદન ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું
જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેન્ચ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલો ‘ઠગ લાઈફ’ના ઓડિયો રિલીઝ દરમિયાન કમલ હાસન દ્વારા આપવામાં આવેલા નિવેદનથી ઉભો થયો છે. લંચ પહેલાની સુનાવણીમાં, હાઇકોર્ટે મૌખિક રીતે કમલ હાસનને તેમના નિવેદન માટે માફી માંગવા કહ્યું હતું. કારણ કે તેનાથી કર્ણાટકના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પરંતુ કમલ હાસને માફી માંગવાનો ઇનકાર કર્યો હતો. કમલ હાસનના વકીલ ધ્યાન ચિનપ્પાએ દલીલ કરી હતી કે,, કમલ હાસનના નિવેદનને અલગ સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. આ નિવેદન કન્નડ ફિલ્મ ઉદ્યોગના એક સુપરસ્ટારની હાજરીમાં આપવામાં આવ્યું હતું.
કોર્ટે ઠપકો આપ્યો
કમલ હાસનના જવાબ પછી, કોર્ટે ટિપ્પણી કરી, “આમાં કોઈ માફી માંગવાનો અધિકાર નથી. તમે કમલ હાસન હો કે અન્ય કોઈ, તમે લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી શકતા નથી. આ દેશ ભાષાકીય આધારે વિભાજિત થયો હતો. કોઈ પણ જાહેર વ્યક્તિ આવા નિવેદનો આપી શકે નહીં. આનાથી અશાંતિ અને દુશ્મનાવટ ફેલાઈ છે. કર્ણાટકના લોકોએ હમણાં જ માફી માંગી હતી. હવે તમે અહીં સુરક્ષા માંગવા આવ્યા છો. અભિનેતાને આવું નિવેદન આપવાનો કોઈ અધિકાર નથી કારણ કે તે ન તો ઇતિહાસકાર છે કે ન તો ભાષાશાસ્ત્રી.
કેસ શું હતો?
કમલ હાસન પોતાની અપકમિંગ ફિલ્મ ‘ઠગ લાઇફ’ના પ્રમોશન દરમિયાન બોલ્યા હતા કે, કન્નડ તમિલ ભાષામાંથી ઉદ્ભવેલી ભાષા છે. જેના લીધે રાજ્યમાં હોબાળો મચી ગયો હતો. કર્ણાટકમાં વિવિધ સંગઠનો અને રાજકીય નેતાઓએ કમલ હાસનના નિવેદનને રાજ્યની ભાષા અને અસ્મિતા પર હુમલા સમાન ગણાવ્યું હતું..
- Advertisement -
- Advertisement -