35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

યુએસ કોર્ટનો નિર્ણય, હવે જન્મ પ્રમાણપત્ર પર ‘X’ ને ત્રીજા લિંગ તરીકે લખી શકાશે..


પ્યુઅર્ટો રિકોની સુપ્રીમ કોર્ટે સોમવારે LGBTQ+ સમુદાય અંગે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો…આ નિર્ણય LGBTQ+ સમુદાયની ઓળખના સંદર્ભમાં હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, હવે બિન-દ્વિસંગી (જેઓ પોતાને પુરુષ કે સ્ત્રી માનતા નથી ) અને લિંગ અનુરૂપ ન હોય તેવા લોકો તેમના જન્મ પ્રમાણપત્રમાં X નો વિકલ્પ લિંગ તરીકે પસંદ કરી શકે છે. આ નિર્ણય છ બિન-દ્વિસંગી લોકો દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ આવ્યો છે.. જેમણે ગવર્નર, આરોગ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સામે દાવો દાખલ કર્યો હતો.

સમુદાયના પ્રમુખે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો

પ્યુઅર્ટો રિકો LGBTQ+ ફેડરેશનના પ્રમુખ પેડ્રો જુલિયો સેરાનોએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો..તેમણે એમ પણ કહ્યું કે,, આ સમાનતા જાળવવા તરફ એક મોટું પગલું છે. રાજ્યના ગવર્નર જેનિફર ગોન્ઝાલેઝ કોલોને કહ્યું કે,, તે આ નિર્ણય પર ન્યાય વિભાગ સાથે સલાહ લીધી છે. નોંધનીય છે કે,,વર્ષ 2017 ની શરૂઆતમાં યુએસ ફેડરલ કોર્ટે પણ પ્યુઅર્ટો રિકો સરકારને આદેશ આપ્યો હતો કે,, ટ્રાન્સજેન્ડર લોકોને તેમના જન્મ પ્રમાણપત્રોમાં તેમનું લિંગ બદલવાની મંજૂરી આપવામાં આવે. હવે આ નવા નિર્ણય સાથે બિન-દ્વિસંગી લોકોને પણ આ અધિકાર મળ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -