સુરત: ઈન્ડસ્ટ્રીલ એરિયામાં વીજ કનેક્શન આપવાના બદલે 10 હજારની લાંચ લેતા નાયબ ઈજનેર ઝડપાયો
સુરતના કડોદરા સબ સ્ટેશનના કંપાઉન્ડમાં નાયબ ઈજનેર રવીશકુમાર છોટકુન રામ પોતાની જ ઓફિસમાં લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.એસીબીએ ગોઠવેલા છટકાંમાં કલાસ વન અધિકારી ઝડપાઈ ગયો હતો.સહકાર આપનાર ઇન્ડ્રસ્ટ્રીયલ એરિયામાં વીજ કનેક્શન લઇ આપવાના કોન્ટ્રાક્ટનુ કામ કરે છે. સહકાર આપનારે કડોદરા-2 પેટા વિભાગીય કચેરી, ડી.જી.વી.સી.એલ.કડોદરામાં ઇન્ડ્રસ્ટ્રીયલ એરિયામાં વીજ કનેક્શન લેવા માટે અરજી કરી હતી.આ વીજ કનેક્શનની અરજી એપ્રુવ કર્યાના અવેજ પેટે ફરિયાદી દ્વારા એક વીજ કનેક્શન દીઠ રૂ.5000 લેખે બે વીજ કનેક્શન ની અરજી એપ્રુવ કરવાના અવેજ પેટે રૂ.10,0000 ની લાંચની માંગણી કરી હતી..જે આધારે ACB એ લાંચ ના છટકાનું આયોજન કર્યુ હતું.જેમાં કલાસ વન અધિકારી ઝડપાઈ ગયો હતો.એસીબીએ આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
- Advertisement -