IPL 2025 : મુંબઇ ઇન્ડિયન્સે ગુજરાતને ધૂળ ચાટતુ કર્યુ…ક્વોલિફાયર-2 માં જગ્યા બનાવી

IPL 2025 એલિમિનેટરમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવ્યું.મુંબઈ ઈન્ડિયન્સે ક્વોલિફાયર-2 માં જગ્યા બનાવી લીધી છે.. જ્યાં તેનો સામનો પંજાબ કિંગ્સ સામે થશે.ગુજરાત ટાઇટન્સની ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે..મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા.જયારે ગુજરાત ટાઇટન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 208 રન જ બનાવી શકી હતી.
229 રનના લક્ષ્યનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સને પ્રથમ ઓવરમાં જ ઝટકો લાગ્યો હતો. કેપ્ટન શુભમન ગિલ એક રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો.. કુશલ મેન્ડિસ 10 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો.. વોશિંગ્ટન સુંદર 24 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો. સાઈ સુદર્શન 49 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો હતો..જયારે રૂથરફોર્ડ 15 બોલમાં 24 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. શાહરુખે 7બોલમાં 13 રન બનાવ્યા. રાહુલ તેવતિયાએ 11 બોલમાં 16 રનનું યોગદાન આપ્યું. મુંબઈ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 2 વિકેટ લીધી હતી..જયારે બુમરાહ, ગ્લેનસન, સેન્ટનર અને અશ્વિનીએ 1-1 વિકેટ લીધી હતી..
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા અને જોની બેરસ્ટો સાથે શાનદાર શરૂઆત કરી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 84 રનની ભાગીદારી થઈ. જોની બેરસ્ટોએ 22 બોલમાં 47 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવ 20 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો. રોહિત શર્મા 50 બોલમાં 81 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. તિલક 11 બોલમાં 25 રન બનાવ્યા હતા.. નમન ધીર 6 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો. હાર્દિકે9 બોલમાં 22 રન બનાવ્યા..જયારે ગુજરાત તરફથી સાઈ કિશોર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 2-2 વિકેટ લીધી હતી.
- Advertisement -
- Advertisement -