31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ,,ખરીફ પાક પર MSPમાં વધારો


કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યો છે…કેન્દ્રીય મંત્રીમંડળે 2025-26 ની ખરીફ સિઝન માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવમાં 69 રૂપિયાનો વધારો કરીને 2,369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી હતી.. તેનો ખર્ચ 2 લાખ 7 હજાર કરોડ રૂપિયા થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “ખેડૂતો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 10-11 વર્ષોમાં, ખરીફ પાક માટે MSPમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આ એપિસોડમાં, ખરીફ સિઝન 2025-26 માટે MSPને મંત્રીમંડળે મંજૂરી આપી છે. કુલ રકમ આશરે 2,07,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.દરેક પાક માટે ખર્ચ સાથે 50 ટકા ગણતરી કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે,, ખેડૂતો માટે વ્યાજ માફી જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. જેનો ખર્ચ 15 હજાર 642 કરોડ રૂપિયા થશે. તેમણે કહ્યું, “કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર 4 ટકા વ્યાજે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશમાં 7.75 કરોડથી વધુ કિસાન ક્રેડિટ કાર્ડ ખાતા છે. હવે નાના અને સીમાંત ખેડૂતોને આનો મોટો લાભ મળવાનો છે.”

 કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “કેન્દ્રીય મંત્રીમંડળે વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપી છે.અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા..ત્યારે કિસાન ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું. આનાથી ખેડૂતો માટે તેમના કામ માટે લોન લેવાનું ખૂબ જ સરળ બન્યું છે. આ યોજનામાં, ખેડૂતોને 4 ટકા વ્યાજે 2 લાખ રૂપિયા સુધીની લોન મળે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 2 લાખ રૂપિયા સુધીની લોન પર કોઈ ગેરંટી લેવામાં આવશે નહીં.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -