35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

સૌરવ ગાંગુલીના મોટાભાઇ સ્નેહાશીષ અને ભાભીનો જીવ માંડ માંડ બચ્યો,,બોટ દરિયામાં ડૂબી..


ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના મોટાભાઈ સ્નેહાશીષ ગાંગુલી અને તેની પત્ની અર્પિતા ગાંગુલીનો માંડ માંડ જીવ બચ્યો છે. બંને રજા માણવા માટે ઓડિશાના પુરી ગયા હતા.જયાં બીચ પર વોટર સ્પોર્ટ્સ દરમિયાન સ્પીડબોટ દરિયામાં પલટી ગઈ હતી. ત્યારબાદ તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા.અધિકારીઓએ તેમને બચાવવા માટે રબર ફ્લોટ્સનો ઉપયોગ કર્યો હતો…

અર્પિતા ગાંગુલીએ આરોપ લગાવ્યો કે,, ‘મુસાફરોની ક્ષમતા ઓછી હોવાના કારણે બોટ હલકી હતી…દરિયામાં પહેલાથી જ જોરદાર મોજા ઉછળી રહ્યા હતા. બોટમાં 10 લોકોની ક્ષમતા હતી..પરંતુ પૈસાના લોભના કારણે તેમણે માત્ર ત્રણથી ચાર લોકોને જ સવાર થવા દીધા હતા..અમે દરિયામાં જવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી,, પરંતુ ઓપરેટરોએ અમને કહ્યું કે, બધું બરાબર છે..

રવિવારે સાંજે લાઈટહાઉસ વિસ્તાર નજીક હોટલ સોનાર બાંગ્લા સામે દરિયા કિનારા પાસે બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે, સ્પીડબોટ ઊંડા પાણીમાં જઈ રહી હતી.. ત્યારે તે પલટી ગઈ હતી…આ કારણે તેમાં સવાર લોકો થોડા સમય માટે પાણીમાં ડૂબી ગયા અને ફસાઈ ગયા. અહેવાલ પ્રમાણે કોઈ પણ પીડિતને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નહોતી પડી. અહેવાલ પ્રમાણે સ્પીડબોટ એક પ્રાઈવેટ એડવેન્ચર કંપની હેઠળ કામ કરતા બિનપ્રશિક્ષિત અથવા બિનઅનુભવી કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -